Homeગુજરાતીમહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ગમખ્વાર અકસ્માતઃ 9ના મોતની આશંકા

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ગમખ્વાર અકસ્માતઃ 9ના મોતની આશંકા

મુંબઈઃ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પૂરઝડપે પસાર થતી ટ્રક અને ડીઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં ટ્રકના ચાલક સહિત 9 વ્યક્તિઓના મોત થયાનું આશંકા સેવાઈ રહી છે. મૃતકોમાં ટ્રક ચાલક ઉપરાંત મોટા ભાગના શ્રમજીવીઓ હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક માહિતી અનુસાર ચંદ્રપુર પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો તેમજ બંને વાહનોના ચાલક સહિતના લોકો કંઈ પણ સમજે તે પહેલા જ બંને વાહનમાં આગ લાગી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોતની આશંકા છે. અકસ્માતને પગલે બંને વાહનોમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.

આ બનાવની જાણ થતા આસપાસના લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં જ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણી શકાશે. માર્ગ અકસ્માતની આ ઘટનામાં નવ વ્યક્તિઓના મોતની આશંકાને પગલે ચંદ્રપુર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સંબંધિત લેખો

Most Popular