1. Home
  2. ગુજરાતી
  3. સુરતમાં કોર્પોરેશન ચૂંટણીમાં 15925 જેટલો સ્ટાફ બજાવશે ફરજ
સુરતમાં કોર્પોરેશન ચૂંટણીમાં 15925 જેટલો સ્ટાફ બજાવશે ફરજ

સુરતમાં કોર્પોરેશન ચૂંટણીમાં 15925 જેટલો સ્ટાફ બજાવશે ફરજ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સહિત છ કોર્પોરેશનનું મતદાન યોજાશે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ તેજ બનાવી દેવામાં આવી છે. સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રિસાઈડીગ ઓફીસર, પોલિંગ ઓફીસર તથા પ્યુન સહિત 15,925 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જયારે 612 ઝોનલ ઓફિસર તથા 612 રૂટ સુપરવાઈઝરોની મદદથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સપન્ન થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં પાલિકા વિસ્તારના 30 વોર્ડમાં 3185 મતદાન મથકો પરથી મતદારો મતદાનનો ઉપયોગ કરશે. તા.21મી ફ્રેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે. જયારે તા.23મી ફેબ્રુઆરીના રોજ 14 વોર્ડની મતગણતરી એસ.વી.એન.આઈ.ટી., પીપલોદ ખાતે તથા ગાંધી એન્જીનિયરીંગ કોલેજ, મજુરા ગેટ ખાતે 16 વોર્ડની મતગણતરી યોજાશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code