1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત 25 દેશોને 2.40 કરોડ વેક્સીન ડોઝની સપ્લાય કરશે
ભારત 25 દેશોને 2.40 કરોડ વેક્સીન ડોઝની સપ્લાય કરશે

ભારત 25 દેશોને 2.40 કરોડ વેક્સીન ડોઝની સપ્લાય કરશે

0
Social Share
  • કોરોના મહામારી વિરુદ્વની લડતમાં ભારતે અનેક દેશોને કરી મદદ
  • ભારત ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના 25 દેશોને વેક્સીન સપ્લાય કરશે
  • જાન્યુઆરીમાં ભારતે 1 કરોડ 5 પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા

નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્વની લડતમાં ભારત વિશ્વના અનેક દેશોની મદદની વ્હારે આવ્યું છે. ભારત અનેક દેશોને વેક્સીન પહોંચાડીને મિત્રતા ધર્મ નિભાવી રહ્યું છે. જે હેઠળ ગત દિવસોમાં બાંગ્લાદેશ, નેપાળ સહિત દેશોમાં વેક્સીન ડોઝ મોકલવામાં આવ્યા હતા. હવે ભારતે ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના 25 દેશોને 2 કરોડ 40 લાખ કોરોના વેક્સીનના ડોઝ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જાન્યુઆરીમાં ભારતે 1 કરોડ 5 પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા, પરંતુ આ મહિને વેક્સીન સપ્લાયનું પ્રમાણ લગભગ ડબલ છે.

વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય દેશો અને સંગઠનોને કોમર્શિયલ આધાર પર વેક્સીન એક્સપોર્ટ પર નજર રાખશે. અત્યારસુધી ભારત 20 દેશોને સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદન કરાયેલી વેક્સીનના 1.60 કરોડ ડોઝ સપ્લાય કરી ચૂક્યું છે. આ દેશોની યાદીમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બહરીન, ઓમાન, બાર્બાડોઝ, ડોમિનિકા જેવા દેશોને આશરે 60 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો સાઉદી અરબ, બ્રાઝિલ, મોરક્કો, મ્યાનમાર, નેપાળ, નિકારગુઆ, મોરેશિયસ, ફિલિપીન્સ, સર્બિયા, યૂએઇ અને કતાર સહિત 25 દેશોને કોર્મશિયલ બેઝ પર 2 કરોડ 40 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવાના છે. જો કે ભારત પાસેથી કોરોના વેક્સીન સપ્લાય પ્રાપ્ત કરવા માટે કેનેડાએ પણ માંગ કરી હતી પરંતુ હજુ તેને યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code