- થોડાક સમય પહેલા નાસાના પર્સવિરન્સ રોવરે મંગળ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું
- પેરાશૂટની મદદથી રોવરે મંગળની લાલ ધરતી પર ઉતરવાની એક ક્ષણ કેદ કરી લીધી છે
- રેકોર્ડ 25 કેમેરા સર્વેલન્સવાળા રોવરે મંગળની ધરતીને વિવિધ એંગલ્સથી કવર કરી છે
વોશિંગ્ટન: થોડાક સમય પહેલા મંગળ ગ્રહ પર નાસાનું પર્સવિરન્સ રોવર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. મંગળવારે યુએસ સ્પેસ એજન્સી નાસાએ મંગળના લેટેસ્ટ ફૂટેજનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર્સવિરન્સ રોવર દ્વારા મોકલાયો છે. પેરાશૂટની મદદથી રોવરે મંગળની લાલ ધરતી પર ઉતરવાની એક ક્ષણ કેદ કરી લીધી છે. આપને જણાવી દઇએ કે, 4 દિવસ પહેલા 19 ફેબ્રુઆરીએ ધ પર્સેપ્ડ રોવર પૃથ્વી પરથી ટેક ઓફ થયાના સાત મહિના પછી મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેકોર્ડ 25 કેમેરા સર્વેલન્સવાળા રોવરે મંગળની ધરતીને વિવિધ એંગલ્સથી કવર કરી છે. મંગળના સપાટીનો આવો વીડિયો પ્રથમવાર સામે આવ્યો છે. વીડિયો મુજબ મંગળની સપાટી કઠોર છે. સપાટી પર સમયાંતરે મોટા ખાડાઓ પણ જોઇ શકાય છે.
You might have seen photos from Mars, but have you seen high-speed video?
🤩 We captured our @NASAPersevere rover’s final minutes of descent and landing in a way never seen before. Take a look: https://t.co/CQQtlWAzNF pic.twitter.com/uR3dtocwLF
— NASA (@NASA) February 23, 2021
મંગળ તરફ જોતાં એવું લાગે છે કે જાણે કોઈ રણ છે. જેમ-જેમ રોવર મંગળની સપાટીની નજીક આવે છે, તેના જેટથી નીકળતા પવનને કારણે જમીનની સપાટી પરથી ધૂળ ઉડવાની ચાલુ થાય છે. આ વિડીયો તે સમયનો છે, જ્યારે રોવર સપાટીથી માત્ર 20 મીટર દૂર છે. સપાટી નજીક આવતાની સાથે જ રોવરના આઠ પૈડાં ખુલે છે અને થોડીવારમાં રોવર મંગળની સપાટી પર ઉતરી જાય છે.
A little rocking, a little engine throttling, and a gentle lowering to the ground. @NASAJPL Entry, Descent, and Landing lead explains what @NASAPersevere saw as she touched down on the surface of Mars: pic.twitter.com/gc7NdC0od2
— NASA (@NASA) February 22, 2021
મંગળ પર પાણીની શોધ કરશે પર્સવિરન્સ
પર્સવિરન્સ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા મંગળ પર ઓક્સિજન બનાવવાનું કામ કરશે અને મંગળ પર પાણીની શોધ કરશે. ઉપરાંત, મંગળ જમીનની નીચે જીવનના સંકેતોનો અભ્યાસ કરશે. સાથે જ મંગળના હવામાન અને વાતાવરણનો પણ અભ્યાસ કરશે.
(સંકેત)