Homeગુજરાતીગુજરાતજમ્મૂ કાશ્મીરમા ગેરકાયદેસર વસવાટ કરતા રોહિંગ્યાઓને પાછા મોકલાશે

જમ્મૂ કાશ્મીરમા ગેરકાયદેસર વસવાટ કરતા રોહિંગ્યાઓને પાછા મોકલાશે

  • જમ્મૂ કાશ્મીરમાં ગેરકાયદે રહેતા રોહિંગ્યાઓને પાછા મોકલવાની તૈયારી
  • જમ્મૂ કાશ્મીરમાં આશરે 10,000 જેટલા ગેરકાયદેસર રોહિંગ્યા રહે છે
  • તમામ રોહિંગ્યાઓને વિવિધ સ્થળેથી ખસેડીને પાછા મોકલવામાં આવશે

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે રોહિંગ્યાઓ વસવાટ કરે છે ત્યારે આશરે 10,000 રોહિંગ્યાઓને પાછા મ્યાન્માર મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઇ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે જમ્મૂ કાશ્મીરમાં રહેતા રોહિંગ્યાઓની વિગતો એકત્ર કરવામાં આવી છે અને તમામ જીલ્લાઓની ચકાસણી થઇ રહી છે. ગેરકાયદેસર રીતે રહેતા તમામ રોહિંગ્યાઓને વિવિધ સ્થળેથી ખસેડીને પાછા મોકલવામાં આવશે અથવા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. તે ઉપરાંત પ્રદેશમાં ડિટેન્શન સેન્ટર સ્થાપવાની પણ કવાયત હાથ ધરાઇ છે.

સરકારના અહેવાલ પ્રમાણે, પ્રદેશમાં કુલ 6523 રોહિંગ્યાઓ રહે છે જેમાંથી 6,461 જમ્મૂમાં જ્યારે 62 કાશ્મીરમાં રહે છે. ઉપરાંત તેઓ લદ્દાખમાં પણ કામચલાઉ ઘરો બનાવીને વસી રહ્યા છે. 13,600 વિદેશી નાગરિકો જેમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓનો સમાવેશ થાય છે તે ત્યાં રહેતા હોવાનું માનવામાં આવે છે.

ગેરકાયદેસર દસ્તાવેજો પણ મળ્યા

જમ્મુ કાશ્મીરમાં રહેતા રોહિંગ્યાઓ પાસેથી સ્ટેટ સબ્જેક્ટ, વોટર આઈકાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. અનેક રોહિંગ્યાઓ તો વીજળીનું બિલ પણ ભરે છે. 2017માં એક રોહિંગ્યા પાસેથી સ્ટેટ સબ્જેક્ટ, આધાર કાર્ડ મળ્યા બાદ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. તે પરિવારના 7 સદસ્યોના નામ પણ રેશન કાર્ડમાં નોંધાયેલા હતા. ઉપરાંત પરિવારના એક સદસ્ય પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ હતું.

રોહિંગ્યાઓ સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે. તેઓ પાકિસ્તાનની આઈએસઆઈ, આતંકવાદી સંગઠન આઈએસ અને અલગાવવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાની પણ આશંકા છે.

સૈન્ય કેમ્પની આસપાસના વિસ્તારોમાં પણ રોહિંગ્યાઓની વસ્તી છે. સંસદમાં રોહિંગ્યાઓને ખસેડવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. સૈદ્ધાંતિક સ્તરે સરકાર તેમને પાછા મોકલવાનો નિર્ણય કરી ચુકી છે.

(સંકેત)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img