Homeગુજરાતીઅમદાવાદમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી અત્યાર સુધીમાં રૂ. 29 કરોડનો દંડ...

અમદાવાદમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી અત્યાર સુધીમાં રૂ. 29 કરોડનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ગયું છે. જો કે, હજુ અનેક લોકોને કોરોનાનો ભય ન હોય તેમ માસ્ક વિના ફરે છે. બીજી તરફ આવા લોકોને ઝડપીને લેવા માટે તંત્ર દ્વારા કામગીરી તેજ બનાવવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોને માસ્ક વિના પકડીને રૂ. 29 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને પકડીને તેમની પાસેથી 27 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં લોકોને પકડીને તેમની પાસેથી રૂ. 1.98 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. આવી જ રીતે ખેડા જિલ્લામાં 8,77,03,600 રૂપિયા દંડ વસૂલાયો છે.

સરકાર દ્વારા અનેક વખત લોકોને માસ્ક પહેરવા અને સામાજીક અંતર રાખવા અપીલ કરવામાં આવી છે. તેમ છતા સરકારી ગાઈડલાઈન અને નિયમોનો ભંગ થતી હોવાની ફરિયાદો ઉઠે છે.

સંબંધિત લેખો

Most Popular