1. Home
  2. ગુજરાતી
  3. GST નાબૂદ કરાશે તો ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ વધુ મોંઘા થશે: નાણા મંત્રી

GST નાબૂદ કરાશે તો ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ વધુ મોંઘા થશે: નાણા મંત્રી

0
Social Share
  • કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પરથી GST હટાવવા અંગે નાણામંત્રીનું નિવેદન
  • આ વસ્તુઓ પરથી જીએસટી હટાવવાથી આ વસ્તુઓ મોંઘી થશે
  • GST હટાવવાથી કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો નહીં કરી શકે

નવી દિલ્હી: એક તરફ દેશમાં વેક્સિન અને ઓક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સ્થાનિક આપૂર્તિ અને કોમર્શિયલ આયાત પરથી GST હટાવવાથી આ વસ્તુઓ વધુ મોંઘી થશે તેવું નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. જીએસટી હટાવવાથી કંપનીઓ તેના ઉત્પાદનમાં વપરાતા કાચા-વચગાળાના માલ પર ચૂકવાયેલા ટેક્સ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો નહીં કરી શકે.

આપને જણાવી દઇએ કે હાલમાં, વેક્સિનની સ્થાનિક આપૂર્તિ અને કોર્મશિયલ આયાત કરવા પર પાંચ ટકાના દરે GST લાગે છે. જ્યારે કોવિડની દવાઓ પર 12 ટકાના દરે જીએસટી લાગૂ છે.

સીતારમણે કહ્યું કે, ‘જો વેક્સીન પર સમગ્ર પાંચ ટકાની છૂટ આપવામાં આવે છે, તો વેક્સીન ઉત્પાદકોને કાચા માલ પર અપાયેલા ટેક્સ રાહતનો લાભ નહીં મળે અને તેઓ સમગ્ર પડતર કિંમત ગ્રાહોક, નાગરિકો પાસેથી વસૂલશે.’ પાંચ ટકા દરથી જીએસટી લાગવાથી ઉત્પાદકોને ઈનપુટ ટેક્સ ક્રેટિડ (આઈટીસી)નો લાભ મળે છે અને જો આઈટીસી વધુ હોય છે, તો તે રિફંડનો દાવો કરી શકે છે. એટલે વેક્સીન ઉત્પાદકોને જીએસટીમાંથઈ છૂટ આપવાથી ગ્રાહકોને નુકસાન થશે.’

ખરેખરમાં પાંચ ટકાના દરથી જીએસટી વેક્સીન બનાવતી કંપનીઓ અને લોકોના હિતમાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code