Homeગુજરાતીવિદ્યા બાલનનો ફિલ્મ શેરનીથી દમદાર લૂક થયો રીલીઝ

વિદ્યા બાલનનો ફિલ્મ શેરનીથી દમદાર લૂક થયો રીલીઝ

  • શેરની બની ગર્જી વિદ્યા બાલન
  • એક્ટ્રેસનો ફિલ્મથી દમદાર લૂક થયો રીલીઝ
  • ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર થશે રીલીઝ

મુંબઈ: વિદ્યા બાલન ફિલ્મ શકુંતલા દેવી થી ડિજિટલ પ્લેટફોર્મ પર પગ રાખી ચુકી છે. શકુંતલા દેવી રીલીઝ થયાના એક વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. હવે વિદ્યાની ફિલ્મ શેરની એમેઝોન પ્રાઇમ પર રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાંથી એક્ટ્રેસનો પહેલો લુક શેર કરવામાં આવ્યો છે. સાથે જણાવાયું છે કે,આ ફિલ્મ ક્યારે રીલીઝ થવા જઈ રહી છે.

વિદ્યા બાલને તેનું પહેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે તેણે લખ્યું કે, દુનિયામાં નિર્ભયતા સાથે પગલું ભરવું. પોતાની લેટેસ્ટ ફિલ્મ શેરનીની જાહેરાત કરીને ખુશી થઇ રહી છે.શેરની ઓન પ્રાઇમ ઇન જૂન. વિદ્યાના આ પોસ્ટને હજારો લોકો લાઇક કરી ચુક્યા છે.

શેરનીમાં વિદ્યા બાલન ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. વિદ્યાએ થોડા સમય પહેલા શેરનીની ફરી વખત શૂટિંગ શરૂ થયા અંગેની માહિતી આપી હતી. આ અંગે તેમણે પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img