
- નખને સુંદર બનાવવા અપરનાવો ઘરેલું ટિપ્સ
- નખની સુંદરતાથી હાથની શોભા વધે છે
સામાન્ય રીતે અનેક મહિલાઓને નખ વધારવાનો શોખ હોય છે, મહિલાઓ પોતાના હાથને આકર્ષક અને સુંદર બનાવવા માટે નખની સાઈઝ વધારીને તેના પર જાતભાતના નેઈલઆર્ટ અને નેઈલ પેઈન્ટ કરાવતી હોય છે,પરંતુ ઘરકામ કરતી વખતે ક્યારેક નખ તૂટવાની ફરીયાદ રહેતી હોય છે અથવા તો નખ બરછડ કે ખરબચડા થઈ જતા હોય છે
કેટલી મહેનતથી મોટા કરેલા નખ પાણીમાં કામ કરતા વખતે નરમ પડી જાય છે અને તૂટી પણ જાય છે, એજ રીતે કોઈ પણ ઘરનું કામ કરતા વખતે નખ વધારતી સ્ત્રીઓ ચિંતામાં રહે છે કે ક્યાક નખ તૂટી ન જાય ને કે પછી નખ ખરાબર તો ન થઈ જાય ને, ત્યારે આપણે આજે નખની કાળજી કઈ રીતે લેવી તે બાબતે કેટલીક ટિપ્સ જોઈશું.
તમારા નખને સુંદર બનાવવા માે આ ટિપ્સને કરો ફોલો
જો વાંરવાર મારા નખ અધકચરા કટ થી જાતા હોયકે પછી તૂટી જતા હોય તો તમારે તમારા નખ પક ઓલીવ ઓઈલથી 5 મિનિટ મસાજ કરવાની જરુર છે,કારણ કે તેમાં વિટામીન એ હોવાથી નખ મજબુત બને છે
સામાન્ય રીતે જો તમે નેઇલ-પોલિશ રિમૂવરનો યૂઝ કરતા હોવ તો તે ઓછો અથવા તો બંધ કરી દેજો, કારણ કે આ રિમૂવરથી નખ પાતળા થાઈ છે જેથી જલ્દી તૂટવાની ફરીયાદ રહે છે.
બને ત્યા સુધી ઘરે ગરમ પાણી કરીને તેમાં એક ચમચી ઓલીવ ઓઈલ નાખીને 10 મિનિટ હાથ બોળીનો રાખો ત્યાર બાદ હાથને બરાબર સાફ કરીલો, ખાસ કરીને નખની ઘાર, નખના ખૂણા સાફ કરવા આમ કરવાથી તમારા નખની સફાઈ સારી રહેશે.
જો તમે નખ વધારવા શોખિન છો તો જ્યારે પણ પાણીમાં કામ કરો ત્યારે ગ્લોઝ પહેરીને જ કામ કરો, બને ત્યા સુધી બ્લિચિંગનો પાણીમાં ઉપયોગ કરવાનું ટાળવું ,જેનાથી નખ ખરાબ થાય છે.
ક્યુટિકલ એટલે નખના મૂળ પાસેની ચામડી બહુ જ સંવેદનશીલ હોય છે. રાતે સૂતાં પહેલાં નખ પર વેસલિન લગાવીને સુવાની આદત રાખો. ્ને જ્યારે નખની સાઈડની ચામડી નીખલે છે ત્યારે તેને હાથ વડે ખોતરવાની આદત ન રાખો, તેને નેઈલ કટર વડે કટ કરીદો.
નખને જો મજબૂત બનાવા હોય તો અઠવાડિયામાં એક વખત મીઠા વાળા પાણીમાં 10 મિનિટ હાળ બોળી રાખો જેનાથી નખ મજબૂત બને છે,
જો નખ ખરબચડા થઈ ગયા હોય તો તેના પર એલોવિરા જેલથી રોજ મસાજ કરવાનું રાખો,નખની સુંદરતામાં વધારો થશે
નખને ગરમ પાણીમાં કોઈ પણ શેમ્પુ નાખીને 4 થી 5 મનિટ પલાળીને રહેવા દો અને ત્યાર બાદ નાના નાના બ્રશ વડે નખની સફાઈ કરો જેથી નખ મજબુત ટકાવ બનશે.
તમારા નખ પર અઠવાડિયામાં 3 થી 4 વાર લીબું ઘસવાનું રાખો, લીબુંથી નખ ચોખ્ખા તો બનશે જ પરંતુ તે મજબુત ટકાવ પણ બને છે,