Homeગુજરાતીસિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'શેરશાહ'ના ટ્રેલરના બોલીવુડના કલાકારોએ પણ કર્યાં વખાણ

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેરશાહ’ના ટ્રેલરના બોલીવુડના કલાકારોએ પણ કર્યાં વખાણ

દિલ્હીઃ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનિત ફિલ્મ શેરશાહનું ટ્રેલર રીલિઝ થયું છે. જેને દરેક જગ્યાએથી પ્રેમ મળી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલ જોવા મળે છે. પ્રશંસકોને ટ્રેલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો અભિનય પસંદ આવ્યો છે. એટલું જ નહીં બોલીવુડના કલાકારોએ પણ સોશિયલ મીડિયા ઉપર ટ્રેલર શેયર કરીને તેના વખાણ કર્યાં છે. ભારત કુમાર કહેવાતા અક્ષય કુમારથી લઈને વરૂણ ધવન સહિતના કલાકારોએ ટ્રેલરના વખામ કર્યાં છે.

બોલીવુડમાં ખિલાડી તરીકે જાણીતા અક્ષય કુમારે ફિલ્મના ટ્રેલરની પ્રશંસા કરતા સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, એક રીલ હિરો એક અસલી હિરોને શું શ્રદ્ધાંજલિ આપી શકે છે. સિવાય કે આપના બલિદાને અમને જીવનથી પ્રેરિત કર્યાં છે. પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રા. મારા જન્મ દિવસને આપની સાથે શેયર કરતા ખુદને ભાગ્યશાલી સમજુ છું.

ટ્રેલરના વખાણ કરતા અરૂણ ધવને લખ્યું છે કે, આટલા ખાસ દિવસ ઉપર આટલું પ્રભાવશાળી ટ્રેલર. આવો ચાલીએ ટીમ શેરશાહ.

અભિનેત્રી આલિયા ભટ્ટે પણ લખ્યું છે કે, હે ભગવાન કેટલું સરસ ટ્રેલર છે. આપણા કારગિલ યુદ્ધના નાયકની પ્રેરક કહાનીને જોવા માટે હવે વધુ રાહ જોઈ શકાતી નથી. શેરશાહની ટીમને ખુબ ખુભ શુભકામનાઓ..

કરીના કપૂરે લખ્યું છે કે, શેરશાહનું ટ્રેલર, શુભકામના ટીમ શેરશાહ,, આપણા કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રાની સત્ય કહાનીનો અનુભવ કરવા હવે વધારે રાહ નથી જોવાતી.

જ્હાનવી કપૂરે લખ્યું છે કે, આવુ સાહસ, બહાદુરી અને ઝૂનૂન હંમેશા પ્રેરણા આપે છે. શેરશાહની ટીમએ પ્રેરિત કરતી વાર્તા સ્ક્રીના માધ્યમથી અમારા સુધી લાગવા માટે ખુબ ખુબ શુભકામનાઓ.

(Photo - Social Media)
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular