HomeગુજરાતીગુજરાતINS વાલસુરા દ્વારા જામનગર ખાતે માનવ સહાય અને આપત્તિ રાહત કામગીરીઓ હાથ...

INS વાલસુરા દ્વારા જામનગર ખાતે માનવ સહાય અને આપત્તિ રાહત કામગીરીઓ હાથ ધરવામાં આવી

રાજકોટ : જામનગરમાં આવેલા અવિરત અને ભારે વરસાદના કારણે તેમજ જિલ્લા નાગરિક પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં રાખીને, જામનગર શહેરમાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે નાગરિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીમાં મદદ માટે INS વાલસુરાના કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.

નૌસેના દ્વારા તૈનાત કરવામાં આવેલી હોડીઓની મદદથી ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોને બચાવીને સલામત આશ્રયો પર ખસેડવામાં આવ્યા છે. નૌસેનાની ટીમો ફસાયેલા નાગરિકોને તાજું ભોજન અને સુકુ રાશન પણ પૂરું પાડી રહ્યાં છે.

સંબંધિત લેખો

Most Popular