1. Home
  2. ગુજરાતી
  3. ચીપની અછતથી જીવન રક્ષક મશીનના સ્ટોકની પણ તંગી, કિંમતમાં વૃદ્વિની સંભાવના
ચીપની અછતથી જીવન રક્ષક મશીનના સ્ટોકની પણ તંગી, કિંમતમાં વૃદ્વિની સંભાવના

ચીપની અછતથી જીવન રક્ષક મશીનના સ્ટોકની પણ તંગી, કિંમતમાં વૃદ્વિની સંભાવના

0
Social Share
  • સમગ્ર વિશ્વમાં સેની કન્ડક્ટરની અછત
  • ચીપની અછતને કારણે જીવન રક્ષક મશીનનો સ્ટોક ઘટ્યો
  • કિંમતમાં પણ 20 ટકા વૃદ્વિની સંભાવના

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારે સેમી કન્ડક્ટરની ભારે અછત જોવા મળી રહી છે. તેને કારણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને વાહન ઉદ્યોગો મુશ્કેલીમાં સપડાયા છે. તે ઉપરાંત જીવન રક્ષક બનાવતી કંપનીઓ પણ સંકટમાં છે. સેમીકન્ડક્ટરની કટોકટી સર્જાઇ છે જેને કારણે લાઇફ સેવિંગ મશિન ઉપરાંત મેડટેકની પણ અછત જોવા મળી રહી છે અને અછતને કારણે હવે તેની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે.

સેમીકન્ડક્ટરની અછત ખાસ કરીને લાખો ચીપ સંચાલિત ક્રિટિકલ કેર તેમજ ICU ઉપકરણોની ઉપલબ્ધતા માટે ખતરો બની છે. આ ઉપકરણોમાં વેન્ટિલેટર, ડિફાઇબ્રિલેટર, ઇમેજિંગ મશીન, ગ્લુકોઝ, ઇસીજી, બ્લડ પ્રેશર મોનિટર અને ઇમ્પલાન્ટેબલ પેસમેકર સામેલ છે. વર્ષાન્ત સુધીમાં ચીપની અછતથી સ્ટોક પર પ્રતિકૂળ અસર થઇ છે અને તેની કિંમતો પણ વધવાની સંભાવના છે.

સેમીકન્ડક્ટરના મેન્યુફેક્ચરિંગમાં અગાઉ 4થી 8 સપ્તાહનો સમય લાગતો તો તે હવે વધીને 30-40 સપ્તાહ અને કેટલાંક કિસ્સાઓમાં 100 સપ્તાહ સુધી પહોંચી ગયો છે. ચીપની અછતથી મેન્યુફેક્ચરિંગની કામગીરીમાં મોટો વિક્ષેપ પડ્યો છે.

એનેસ્થીસિયા મશીન, પેશન્ટ મોનિટર્સ અને આઇસીયુ વેન્ટિલેટર વેચતી કંપનીના અધિકારીએ જણાવ્યુ કે, બજારમાં પહેલાથી પેશન્ટ મોનિટર, ડિફાઇબ્રિલેટર અને ઇસીજી જેવા ટચસ્ક્રીન ઉપયોગ વાળા ઉપકરણો સમાપ્ત થઇ ગયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code