1. Home
  2. ગુજરાતી
  3. શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ
શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ

શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ

0
Social Share
  • NIA દ્વારા વિવિધ વિસ્તારમાં પડાયા દરોડા
  • માનવઅધિકાર કાર્યકરના ઘર અને ઓફિસે તપાસ
  • NIA ની તપાસમાં ખુલાસા થવાની શકયતા છે

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદી પ્રવૃતિ માટે આર્થિક મદદ કરનારા દેશદ્રોહી તત્વોને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન નેસનલ સિક્યુરિટી એજન્સી એટલે કે એનઆઈએની ટીમે ટેરર ફંડિગ મામલે કહેવાતા માનવ અધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએએ આતંકવાદી ફંડિંગના રેકેટનો પર્દાફાશ કરવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન NIAએ જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં રેડ પાડી હતી. તેમજ સોનગરમાં ખુર્રમ પરવેઝના ઘરે અને શ્રીનગરના અમીરા કદલ સ્થિત તેઓના કાર્યાલયમાં પણ રેડ પાડી હતી. અમીરા કદલ, લાલ ચોક અને સોનવાળામાં પણ રેડ પાડવામાં હતી. NIAએ ગત વર્ષે પણ જમ્મુ કાશ્મીર અને શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં માનવઅધિકાર કાર્યકર્તાઓ સહિત વિવિધ બિનસરકારી સંગઠનના કાર્યાલયો પર રેડ કરી હતી. એનઆઈએ દ્વારા ટેરર ફંડિગ મામલે ખુર્રમ વરવેઝની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. તેમજ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. એનઆઈએ દ્વારા ટેરરિંગ ફંડીંગ વિશે ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code