રાજ્ય સરકારની નિષ્ક્રિયતાથી પોરબંદરની મેડિકલ કોલેજને ચાલુ વર્ષે મંજુરી ન મળીઃ મોઢવાડિયા
અમદાવાદઃ પોરબંદરમાં મેડિકલ કોલેજને મંજુરી ના મળવા અંગે પ્રતિક્રિયા આપતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ચુંટાયેલા પ્રતિનિધિની બેદરકારીના કારણે કેન્દ્ર સરકારે મંજુર કરેલ મેડિકલ કોલેજ પોરબંદરે થોડા સમય માટે ગુમાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. દોઢ વર્ષનો સમય હતો આ સમય દરમિયાન રાજ્ય સરકાર અને ચુંટાયેલા પ્રતિનિધીઓની ફરજ હતી કે પોરબંદરમાં મેડિકલ કોલેજ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે! પરંતુ રાજ્ય સરકાર કે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ દોઢ વર્ષ સુધી સુતા રહ્યા જેના કારણે મેડિકલ કોલેજ માટે ડીજ, ફેકલ્ટીની નિમણૂંક, ઈન્ફ્રાસ્ટ્રક્ચની વ્યવસ્થા થઈ શકી નહીં. પરિણામે નેશનલ મેડિકલ કાઉન્સીલની ટીમના ઇન્ફેક્શનમાં પોરબંદર મેડિકલ કોલેજ શરૂ કરવાના માપદંડોમાં ખરૂ ઉતર્યુ નહી અને મેડિકલ કોલેજમાં પ્રથમ બેંચ આ વર્ષથી શરૂ થવાની હતી તે ના મંજુર થઈ!
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં જ્યારે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજુરી આપી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવમાં આવી હતી કે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે રૂ.325 કરોડ ખર્ચ થશે, જેમાં ભારત સરકારના 60% લેખે રૂ.195 કરોડ તથા રાજ્ય સરકારના 40% લેખે રૂ.135 કરોડ આપશે. જેમાં તમામ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરી મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ આ કોલેજમાં પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ અપાશે. પરંતુ આ માત્ર ઠાલી જાહેરાત સાબિત થઈ છે. આ પૈકી રાજ્ય સરકારે કોઈ સુવિધાનો વિકાસ કર્યો નથી, તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્યએ પણ રાજ્ય સરકારની જાહેરાત ફંડ મળે અને કામ શરૂ કરી પૂર્ણ કરાય તેની કોઈ જ ધ્યાન રાખ્યુ નથી! જેના કારણે પોરબંદરને આ વર્ષે મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજુરી મળી નથી!
મોઢવાડિયાએ રાજ્ય સરકાર અને ચુંટાયેલ ધારાસભ્ય, સાંસદ સભ્યને વિનંતી કરી હતી. કે તાકીદના ધોરણે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી થાય તેવી વ્યવસ્થા કરે અને કેન્દ્ર સરકારને વિનંતી કરે કે પોરબંદરમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ટીમ પુનઃ ઈન્ફેક્શન કરે, તેમજ પોરબંદરમાં મેડિકલ કોલેજનું પ્રથમ વર્ષ બગડે નહીં તેવી વ્યવસ્થા કરે, સાથે જ મેડિકલ કોલેજ માટે જે જમીન ફળવાઈ છે તેમાં કાયમી ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચની વ્યવસ્થા કરવા માટે તાકીદે ટેન્ડર બહાર પાડવામાં આવે, જેથી આગામી એકાદ વર્ષમાં બાંધકામ પુર્ણ કરી શકાય,