1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા
અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા

અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા

0
Social Share
  • અમદાવાદની શાળામાં બાળકો કોરોનાથી સંક્રમિત
  • શાળા અઠવાડિયા માટે બંધ
  • વડોદરામાં પણ બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા

અમદાવાદ:કોરોનાવાયરસ હવે દેશમાં તથા વિદેશમાં ફરીવાર માથું ઊંચકી રહ્યો છે, ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા. સમગ્ર જાણકારી એવી છે કે વડોદરાની બે શાળામાં કોરોનાની એન્ટ્રી બાદ અમદાવાદની બે સ્કૂલોમાં પણ કોરોનાનો કેસ નોંધાતા સ્કૂલ ને બંધ કરાઇ છે.

અમદાવાદના છારોડીની નિરમા વિદ્યાવિહારમાં ત્રણ વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

આ બાબતે શાળાના સંચાલકોએ વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે. આમ હવે શાળાઓ માં બાળકો સંક્રમિત બનવાની ઘટનાઓ વધતા તંત્ર માં ચિંતા પ્રસરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code