Homeગુજરાતીભારતની પેરા-એથ્લેટ શર્મિલા ધનખરે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની શોટ પુટ સ્પર્ધામાં સુવર્ણ...

ભારતની પેરા-એથ્લેટ શર્મિલા ધનખરે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની શોટ પુટ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

નવી દિલ્હી, 28 જુલાઈ 2026: ભારતીય પેરા-શોટ પુટર શર્મિલા ધનખરે ગ્લાસગો ખાતે મહિલાઓની શોટ પુટ F57 સ્પર્ધામાં 9.81 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં પેરા-એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની.

ભારતીય હાઈ જમ્પર સર્વેશ કુશારેએ સ્કોટસ્ટાઉન સ્ટેડિયમ ખાતે પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં રજત પદક જીત્યો. ફાઇનલમાં ભાગ લેતા કુશારેએ 2.25 મીટરની ઊંચાઈ પાર કરી હતી, પરંતુ જમૈકાના રોમેન બેકફોર્ડથી પાછળ રહી જતાં તેમણે રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો.

આ ઉપરાંત, વેઈટલિફ્ટર્સ વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે એક-એક સિલ્વર મેડલ જીત્યા, જેનાથી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે વધુ એક શાનદાર દિવસ રહ્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026ની મહિલાઓની શોટ પુટ F57 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ શર્મિલા ધનખડને અને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શિલ્પા શૈલાને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પેરા-એથ્લેટિક્સમાં ભારતની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ સુવર્ણ ચંદ્રક વિજેતા બનીને શર્મિલાએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની શોટ પુટ F57 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચવા બદલ શર્મિલા ધનકડને અભિનંદન પાઠવ્યા.

સોશિયલ મીડિયા પોસ્ટમાં માંડવિયાએ જણાવ્યું હતું કે શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં પેરા-એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમણે ઉમેર્યું હતું કે શર્મિલાના અદમ્ય સાહસે વૈશ્વિક મંચ પર સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

સંબંધિત લેખો

Most Popular