Homeગુજરાતીજમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડી - પહલગામમાં માઈનસ 8.7  તો ગુલમર્ગમાં 7.5  પર ઠંડીનો...

જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડી – પહલગામમાં માઈનસ 8.7  તો ગુલમર્ગમાં 7.5  પર ઠંડીનો પારો પહોચ્યો, હિમવર્ષાનો પણ પ્રકોપ

  • જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું-
  • પહલગામમાં માઈનસ 8.7  તાપમાન નોંધાયું
  •   ગુલમર્ગમાં 7.5  પર ઠંડીનો પારો પહોચ્યો
  • આગામી બે દિવસ હિમવર્ષાનો પ્રકોપ રહેશે

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જેને સુંદરતાની બાબતે દેશની જન્નત ગણવામાં આવે છે જ્યા વર્ષ દરમિયાન તો ઠંડી હોય જ છે પરંતુ શિયાળાની ઋતુમાં અહીં ઠંડીનો પારો વધતો હોય છે ત્યારે હાલની સ્થિતિમાં જ્મમુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન નોંધાતા કાતિલ ઠંડીનો અનુભવ થી રહ્યો છે,લોકોએ ઘરની બહાર નિકળતા પણ વિચાર કરવો પડી રહ્યો છે.

આ સાથે જ શ્રી અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં તાપમાન માઈનસ 8.7 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યપં છે. શ્રીનગરમાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન માઈનસ 6.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, જમ્મુ જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં થોડો સુધારો જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ સાથે જ રાજ્યમાં વીજ કર્મચારીઓની હડતાળના કારણે જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યાં, રૂમ હીટર, બ્લોઅર વગેરેની કામગીરી ન થતાં ઠંડી પહેલા જ પરેશાન લોકોની મુશ્કેલી વધી છે.એક બાજૂ ઠંડીનું જોર તો બીજી તરફ વિજળીની ખોટ સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

કાતિલ ઠંડીમાંમ પહેલગામ બાદ ગુલમર્ગ બીજા નંબરે છે. અહીં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કાઝીગુંડમાં માઈનસ 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ જમ્મુ ડિવિઝનના બટોટેમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો છે. અહીંનું તાપમાન માઈનસ 2.1 ડિગ્રી સેલ્સિયસ છે. શ્રી માતા વૈષ્ણો દેવીના આધાર શિબિર કટરામાં લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન કેન્દ્ર શ્રીનગરે આપેલી માહિતી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાને કારણે ઠંડીનો પ્રકોપ વધુ વધશે. 22 થી 25 ડિસેમ્બર દરમિયાન ઘણા વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે લોકોને કડકડતી ઠંડીથી થોડી રાહત મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular