1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતી વેપારીઓનો સપોર્ટ,મોબાઈલ ખરીદી પર આપી રહ્યા છે ફિલ્મની ટિકિ
કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતી વેપારીઓનો સપોર્ટ,મોબાઈલ ખરીદી પર આપી રહ્યા છે ફિલ્મની ટિકિ

કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતી વેપારીઓનો સપોર્ટ,મોબાઈલ ખરીદી પર આપી રહ્યા છે ફિલ્મની ટિકિ

0
Social Share
  • ગુજરાતી વેપારીઓનો કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને સપોર્ટ
  • મોબાઈલ ખરીદી પર ફ્રી આપી રહ્યા છે ટિકિટ
  • ફિલ્મના પીએમ મોદીએ પણ કર્યા છે વખાણ

અમદાવાદ :કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને દુષ્કર્મને ઉજાગર કરતી ફિલ્મ અત્યારે થિયેટરોમાં ચાલી રહી છે, લોકોને ફિલ્મ ખુબ પસંદ કરવામાં આવી રહી છે ત્યારે હવે આ ફિલ્મને દેશના ખુણા-ખુણામાંથી સાથ સહકાર અને સપોર્ટ મળી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન માટે અને કાશ્મીરમાં પંડિતો સાથે થયેલા અત્યાર વિશે તમામ લોકોને ખબર પડે તે માટે ગુજરાતના વેપારીઓ પણ હવે કુદી પડ્યા છે અને મોબાઈલ ખરીદી પર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની ટિકિટ આપી રહ્યા છે.

જેતપુરમાં પણ વેપારીઓએ કાશ્મીર ફાઈલને લઈને ઉત્સાહ દાખવ્યો છે. સ્થાનિક વેપારીઓ આ ફિલ્મને આવકારી રહ્યા છે. જેમાં ચાની કીટલીથી લઈને ખાણી પીણી, મોબાઇલના વેપારીઓ, દવાના વેપારીઓ પણ સામેલ થઇ રહ્યાં છે અને ફિલ્મને પ્રમોટ કરી તેને સપોર્ટ આપી રહ્યાં છે. જેમાં ઘણા વેપારીઓ જે વ્યક્તિ ફિલ્મ જોઈને આવે અને ટિકિટ બતાવે તો તેને કોઈને કોઈ વસ્તુની ખરીદીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જેમાં મોબાઈલ વેપારીઓ મોબાઈલની ખરીદી ઉપર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

બીજી તરફ, વડોદરામાં પૂર્વચળ હિત મંડળ દ્વારા અર્થ આઇકોન કોમ્પલેક્ષમાં આવેલ સિનેમાર્ક સિનેમાહાઉસમાં ધ kashmir files ફિલ્મ વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને બતાવવામાં આવી હતી. કાશ્મીરી પંડિત ઉપર બનાવેલ કાશ્મીર ફાઈલ્સ મૂવી વડોદરાની જનતાને પૂર્વાંચલ હિત મંડળ દ્વારા ખોડીયાર નગર પાસે આવેલ અર્થ આઇકોન કોમ્પ્લેકસમાં સિનેમા ગૃહમાં વડોદરાની જનતાને બતાવવામાં આવી હતી. કાશ્મીરમાં જે રીતે પંડિતો પર અત્યાચાર થાય છે તે અત્યાચારનો કેવી રીતે કાશ્મીરના પંડિતોને આતંકવાદીઓ દ્વારા જીવ લેવામાં આવે છે તે ફિલ્મમાં બતાવાયુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code