Homeગુજરાતીગુજરાતઆત્મનિર્ભર ભારતઃ રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો અમદાવાદીએ કર્યો આવિષ્કાર

આત્મનિર્ભર ભારતઃ રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો અમદાવાદીએ કર્યો આવિષ્કાર

અમદાવાદઃ આજે મોબાઈલ,ટેબલેટ્સ,લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્રભાઈ પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી રેડિએશનની જોખમી અસરથી બચાવે છે, તેવો દાવો કર્યો છે. સુરતના સરસાણા ખાતે આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસમાં હેમેન્દ્રભાઈએ ઈલેક્ટ્રો હેલ્થ સ્ટોલમાં ‘એન્ટી રેડીએશન ચિપ’ પ્રદર્શિત કરી છે. જેને કિમત રૂ.૩૦૦/- છે.

હેમેન્દ્રભાઈએ કહ્યું હતું કે, બોલિવુડમાં રજનીકાન્ત અભિનીત ફિલ્મ ‘રોબોટ 2.0’ ના કન્સેપ્ટ પ્રમાણે મોબાઈલના વધુ ઉપયોગથી ઉત્પન્ન થતા રેડીએશનથી લાખો પક્ષીઓના મોત થતા હોય છે, ત્યારે રેડિએશનની વિપરીત અસર મનુષ્ય પર થતી હોય છે તે જાણી મને આ ફિલ્મથી પ્રેરણા મળી હતી. નિયોડીમિયમ મેગ્નેટથી બનેલી ચિપની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી અને તાપમાનની અસર થતી નથી તેમજ મેડ ઈન ઈન્ડિયા ચિપનો ઉપયોગ અનેક વર્ષો સુધી કરી શકાય છે એવું તેમણે ઉમેર્યું હતું.

·       ચિપનો ઉપયોગ કેવી રીતે કરવો

ચિપની પાછળના ભાગે લગાવેલ પાતળી સફેદ પટ્ટીને દૂર કરી તેને મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોના પાછળના કેન્દ્રની ઉપર લગાવવામાં આવે છે. એમીટરથી તે ઉપકરણમાં રહેલ રેડિએશનની માત્રા જાણી શકાય છે.

·       ચિપના ફાયદા

હાનિકારક કિરણોત્સર્ગ ઘટાડે છે, મોબાઈલની બેટરી લાઈફ વધારે છે, મોબાઈલ હીટિંગ, રેડિયેશન દ્વારા કેન્સર અને બ્રેઈન ટ્યુમરની શક્યતા ઘટાડવા સાથે રક્ત પરિભ્રમણમાં સુધારો લાવવામાં પણ ફાયદાકારક છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img