Homeગુજરાતીદેશમાં 14 સ્થળો ઉપર 42 હજાર સ્થળો ઉપર નાર્કોટિક્સનો નાશ કરાશે

દેશમાં 14 સ્થળો ઉપર 42 હજાર સ્થળો ઉપર નાર્કોટિક્સનો નાશ કરાશે

નવી દિલ્હીઃ  સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ આવતીકાલે નાણાં મંત્રાલયના ભારતીય સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીના આઇકોનિક સપ્તાહના ભાગરૂપે ડ્રગ ડિસ્ટ્રક્શન ડેનું આયોજન કરશે. દેશભરમાં 14 સ્થળોએ કુલ 42000 કિલો નાર્કોટિક્સનો નાશ કરવામાં આવશે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ ગુવાહાટી, લખનૌ, મુંબઈ, મુંદ્રા/કંડલા, પટના અને સિલીગુડી ખાતે આયોજિત વિનાશ પ્રક્રિયાના વર્ચ્યુઅલ રીતે સાક્ષી બનશે અને અધિકારીઓને સંબોધિત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં યુવાધનને નશીલા દ્રવ્યોથી બચાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેથી નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયાકાંઠા વિસ્તાર અને દરિયામાં કરોડની કિંમતનો ડ્રગ્સનો ઝથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પંજાબ સહિતના રાજ્યોમાં પણ નશીલા દ્રવ્યોના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો. હવે તંત્ર આવતીકાલે 42 હજાર કિલો નાર્કોટિક્સનો જથ્થો નાશ કરવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img