Homeગુજરાતીકોરોનાએ ફરી વધારી ચિંતા - છેલ્લા 24 કલાકામાં 7 હજારથી પણ વધુ...

કોરોનાએ ફરી વધારી ચિંતા – છેલ્લા 24 કલાકામાં 7 હજારથી પણ વધુ કેસ નોંધાયા, હવે એક્ટિવ કેસ 32 હજારને પાર

  • કોરોનાના કેસોમાં ભારે ઉછાળો
  • કેસ વધીને 7 હજારને પાર પહોચ્યા
  • ફરી એક વખત ડરાવા લાગ્યો છે કોરોના

દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાના 2 હજાર જેટલા કેસ સામે આવી રહ્યા હતા તે હવે વધીને 5 હારને પાર પહોંચી ચૂક્યા છે ,કોરોનાના કેસનો આમકડો ફરી ડરાવી રહ્યો છે સતત કોરોનાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે.સક્રિય કેસો પ મહવે 30 હજાર આસપાસ જોવા મળી રહ્યા છે

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 7 હજાર 240 નવા કેસો નોંધાયા છે,જે મોટી ચિંતાનું કારણ કહી શકાય,નઆ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 31 લાખ 97 હજાર 522 થઈ ગઈ છે. 

કોવિડના નવા કેસો મામલામાં આ સતત બીજો દિવસ છે, જ્યારે લગભગ  કેસોમાં 40 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 8 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 24 હજાર 723 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આકંડાઓ મુજબ હાલમાં દેશભરમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 32 હજાર 498 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 0.08 ટકા છે

જો દેશમાં સાજાથવાના દરની વાત કરીએ તો  હાલમાં દેશમાં રિકવરી રેટ ઘટીને 98.71 ટકા પર આવી ગયો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3 હજાર 591 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા અડધાથી પણ ઓછા છે.

 

 

 

 

સંબંધિત લેખો

Most Popular