1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ પઠાણમાં દીપિકા જોવા મળશે દબંગ રોલમાં,જુઓ વિડીયો
ફિલ્મ પઠાણમાં દીપિકા જોવા મળશે દબંગ રોલમાં,જુઓ વિડીયો

ફિલ્મ પઠાણમાં દીપિકા જોવા મળશે દબંગ રોલમાં,જુઓ વિડીયો

0
Social Share
  • ફિલ્મ પઠાણમાં જોવા મળશે દીપિકા
  • શાહરૂખ ખાન સાથે દબંગ રોલમાં જોવા મળશે
  • દીપિકા પાદુકોણનું રસપ્રદ ટીઝર રિલીઝ  

મુંબઈ :શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળવાના છે.પઠાણ ચોક્કસપણે બોલિવૂડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે, જેની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મની સત્તાવાર જાહેરાત 2 માર્ચના રોજ ટૂંકા ટીઝર વિડિયો સાથે કરવામાં આવી હતી.હવે YRF એટલે કે યશ રાજ ફિલ્મના ઓફિશિયલ હેન્ડલ પરથી દીપિકા પાદુકોણ સાથેની આ ફિલ્મનું ટીઝર પોસ્ટ કરીને ફરી એકવાર ચાહકોને યાદ અપાવવામાં આવ્યું છે કે તેમની ફિલ્મ “પઠાણ” પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.

વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે દીપિકા કહે છે કે તેણી પાસે કોઈ નામ રાખવા વાળું પણ ન હતું જો કંઈ હતું, તો બસ તે એકમાત્ર દેશ

https://www.instagram.com/reel/Ce-hOFSoyZu/?utm_source=ig_embed&ig_rid=43cd0bb9-31dd-4766-b2bc-fc988c6d899c

19 જૂન રવિવારના રોજ, પ્રોડક્શન હાઉસ યશ રાજ પ્રોડક્શન્સ (વાયરએફ) એ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અગાઉ લૉન્ચ કરેલા ટીઝર વિડિયોમાંથી દીપિકા પાદુકોણની એક સ્નિપેટ શેર કર્યા પછી ચાહકોને રાહ જોવી મુશ્કેલ થઈ ગઈ છે.તે આ ટીઝરના કોમેન્ટ સેક્શનમાં જોરોશોરોથી માંગ કરી રહ્યા છે કે તેને હવે આ ફિલ્મનું ટ્રેલર બતાવવામાં આવે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code