Homeગુજરાતીઅફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

  • અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ
  • વરસાદને કારણે આવ્યું પૂર
  • પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત

દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી.

રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે અને 17 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અહેવાલમાં જણાવાયું છે કે,સોમવારે ઓછામાં ઓછા 100 લોકો ગુમ થયા હતા.શોધ અને બચાવ કામગીરી શરુ છે. પરવાન પ્રાંતમાં ત્રણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પૂરને કારણે બાનીમાં ડઝનેક ઘરો ધોવાઈ ગયા છે.

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અફઘાનિસ્તાનના અન્ય 34 પ્રાંતોમાં વધુ વરસાદ થવાની સંભાવના છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular