1. Home
  2. ગુજરાતી
  3. 90 ના દાયકાની ફેમસ અભિનેત્રી મનિષા કોઈલારાનો જન્મદિવસઃ ફિલ્મી દુનિયાથી ગાયબ થયેલી મનિષા 52 વર્ષની વયે ફિલ્મ ‘શહજાદા’થી કરશે કમબેક
90 ના દાયકાની ફેમસ અભિનેત્રી મનિષા કોઈલારાનો જન્મદિવસઃ ફિલ્મી દુનિયાથી ગાયબ થયેલી મનિષા 52 વર્ષની વયે ફિલ્મ ‘શહજાદા’થી કરશે કમબેક

90 ના દાયકાની ફેમસ અભિનેત્રી મનિષા કોઈલારાનો જન્મદિવસઃ ફિલ્મી દુનિયાથી ગાયબ થયેલી મનિષા 52 વર્ષની વયે ફિલ્મ ‘શહજાદા’થી કરશે કમબેક

0
Social Share
  • આજે મનિષા કોઈલારોનો જન્મ દિવસ
  • બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે
  • હવે 52 વર્ષની વયે કાર્તિક આર્યન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે
  • કેન્સર જેવી બીમારી સામે આપી છે મોટી લડત

મુંબઈઃ- મન ફિલ્મ આજે પણ દર્શકોને યાદ હશે, શાનદાર અભિનય કરીને લોકોના દિલમાં મનિષા કોઈલારાએ ખાસ જગા બનાવી હતી ત્યારે આજરોજ મનિષા પોતાનો 52મો બર્થડે મનાવી રહી છે આટલી ઉમંરે પણ કેન્સર જેવી મોટી બીમારીને માત આપીને તે સ્વસ્થ અને ફિટ જોવા મળે છે.

બોલિવૂડમાં તેણે  1942: એ લવ સ્ટોરી, કચ્ચે ધાગે, લજ્જા, ચેમ્પિયન, ખૌફ, બાગી જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. મનીષા કોઈરાલાનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ કાઠમંડુ, નેપાળમાં થયો હતો. જોકે તેણે ભારતીય અભિનેત્રી તરીકે પોતાનું કેરિયર બનાવ્યું છે.

મનિષા 90ના દાયકાની જાણતી અભિનેત્રી છે, જો કે પોતાની તબિતના કારણે તેણે બોલિવૂડ ફઇલ્મોમાં મોટો બ્રેક પણ લીધો છે તે વાત નકારી ન શકાય,90ના દાયકાની ફેવરિટ અભિનેત્રી ચાહકોની આજે પણ કોઈ કમી નથી.તે હંમેશા દર્શકોમાં ચર્ચિત રહે છે.ખાસ કરીને તેના રૂટિન, વર્કઆઉટ અને લાઈફસ્ટાઈલ સોસિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હાલ 52 વર્ષની ઉંમરમાં પણ આ અભિનેત્રીમાં પોતાને ફિટ રાખવા તનતોડ મહેનત કરતી જોવા મળે છે. મનીષા માત્ર તેની ફિટનેસ રૂટિન જ નહીં પરંતુ તેના ગ્લેમરસ શૂટના ફોટા પણ  સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

લાંબા સમયથી સિનેમાથી દૂર રહેલી મનીષા કોઈરાલા આ દિવસોમાં મારો સમય માણી રહી છે. પરંતુ એવું બિલકુલ નથી કે તેણે ગ્લેમ વર્લ્ડ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.તેની ગ્લેમરસ અદાઓ સોસિયલ મીડિયા પર જોવા મળતી હોય છે

ઉલ્લેખનીય છે કે ફિલ્મી દુનિયાથી દૂર રહેલી મનીષા ફરી એકવાર બોલિવૂડમાં કમબેક કરી રહી છે. મનીષા ટૂંક સમયમાં કાર્તિક આર્યન સ્ટારર શહજાદામાં જોવા મળશે. શાહજાદા અલ્લુ અર્જુન અને પૂજા હેગડે અભિનીત ફિલ્મ તેલુગુ સુપરહિટ અલા વૈકુંઠપુરમુલુની રીમેક છે.

શહજાદા 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. મનીષા કોઈરાલાએ પણ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરીને ફિલ્મની રિલીઝ વિશેની માહિતી શેર કરી હતી આ ફિલ્મમાંકાર્તિક આર્યન ઉપરાંત  કૃતિ સેનન, પરેશ રાવલ, રોનિત રોય, સચિન ખેડેકર અને અંકુર રાઠી પણ છે. જો કે મનિષશાએ આ ફિલ્મમાં પોકાના રોલ વિશે કઈ વાત કરી.

મનીષાએ જઅંડાશયના કેન્સર જેવા ગંભીર રોગને હરાવવામાં સફળતા મેળવી હતી તે ખરેખર પ્રશંસનીય હતી. અભિનેત્રીએ માત્ર આ રોગને હરાવી જ નહીં, પરંતુ તેણે પોતાને ફરીથી ઓકાશ આંબવાની પાંખો મેળવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code