Homeગુજરાતીગુજરાતઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર પાર્ક કરેલા ટેન્કરની પાછળ કાર ઘૂંસી જતાં ચારના...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર પાર્ક કરેલા ટેન્કરની પાછળ કાર ઘૂંસી જતાં ચારના મોત

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જે પૈકી એક જ પરિવારના ત્રણ લોકો અને અન્ય એક વ્યક્તિનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક હાઈવે પર ઊભેલા ટેન્કર પાછળ  કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં મુસાફરી કરી રહેલા બે મહિલા, એક પુરુષ અને અઢી વર્ષની એક બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કારને અક્સ્માત નડ્યો હતો. જેમાં મહેમદાવાદ પાસે રસ્તા પર ઊભેલા કન્ટેનર પાછળ એક કાર ઘૂસી જતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતની આ દુર્ઘટનામાં સાસુ, પુત્રવધૂ અને અઢી વર્ષની પૌત્રીનું મોત નીપજ્યુ છે. તેમજ કારમાં સવાર એક પુરુષનું પણ મોત નીપજ્યું હતું. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  હાઈવે પેટ્રોલિંગના કર્મીઓને ઘટનાની જાણ થતાં મહેમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રેન મારફત કારને અલગ કરી કારમાં રહેલા તમામ મૃતદેહોને બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં નામ જયશ્રીબેન કિરીટભાઈ પુરાણી, કૃતિ આશિષભાઈ પુરાણી, જૈની આશિષભાઈ પુરાણી, અકબરખાન પઠાણ (કાર ડ્રાઈવર) હોવાનું જાણવા મળે છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img