Homeગુજરાતીએક્ટર શાહરુખ ખાનની ચર્ચિત ફિલ્મ જવાનમાં હવે સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જૂનની...

એક્ટર શાહરુખ ખાનની ચર્ચિત ફિલ્મ જવાનમાં હવે સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જૂનની એન્ટ્રી

  • જવાન ફઇલ્મમાં સાઉથના સ્ટારની એન્ટ્રી
  • હવે નયનતારા બાદ અલ્લુ અર્જૂન પણ ફિલ્મમાં કરશે કામ

મુંબઈઃ- બોલિવૂડના  કિંગખાનની ફિલ્મ પઠાણે સિનેમાઘરોમાં ઘૂમ મચાવ્યા બાદ હવે દર્શકો અપકિમંગ ફિલ્મ જવાનની રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મને લઈને લોકો આતુર બન્યા છે ત્યારે આ ફિલ્મમાં હવે સાઉથના સુપર સ્ટારની એન્ટ્રી થઈ છે.

 શાહરૂખ ખાન  આગામી રિલીઝ-જવાન-જૂન 2023 માં થવાની તૈયારી કરી રહ્યો છે.  ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો નિર્દેશક એટલી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને હવે શાહરુખખાન સાથે અર્જુન સ્ક્રીન શેર કરતા જોવા મળે.

સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે “અલ્લુને એક ભૂમિકા ઓફર કરવામાં આવી છે જે ફિલ્મની વાર્તામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ મામ લે ગઈકાલે વાત કરવામાં આવી હતી જો કે  અલ્લુ અર્જુને હજુ સુધી તેની મંજૂરી આપી નથી.”

અર્જુન પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન કેમિયોમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ અને અલ્લુ અર્જુનની જોડી જબરદસ્ત રહેવાની છે.

આ બાબતને લઈને સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે ડિરેક્ટર અર્જુન આ ફિલ્મ કરવા માટે આશાવાદી છે. નોંધનીય છે કે, અર્જુને ભૂતકાળમાં બોલિવૂડની ઘણી ઓફરો ઠુકરાવી છે. ખાન દક્ષિણના સ્ટાર્સ સાથે સહયોગ કરી રહ્યો છે ચાહકો જવાન માટે પોતાને તૈયાર કરે છે,

સંબંધિત લેખો

Most Popular