Homeગુજરાતીભારતે 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા 27 ચંદ્રકો - પીએમ મોદીએ ભારતીય...

ભારતે 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા 27 ચંદ્રકો – પીએમ મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા

 

દિલ્હીઃ- ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધતો દેશ છે ત્યારે રમત ગમતના ક્ષેત્રમાં પણ ભારતની ટીમો અનેક રમતોમાં દેશનું નામ રોશન કરી રહી છએ ત્યારે તાજેતરમાં થાઇલેન્ડના બેંગ્કોકમાં યોજાયેલી એશિયા એથ્લેટિકસ સ્પર્ધામાં પણ ભારતે વિશ્વભરમાં નામ રોશન કર્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર બેંગ્કોકમાં યોજાયેલી એશિયા એથ્લેટિકસ સ્પર્ધામાં દેશ એ 6 સુવર્ણ, 12 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 27 ચંદ્રકો જીતીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે

ભારતની જયોતિ યારાજીએ મહિલાઓની 100 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક અને 200 મીટર દોડ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ સિદ્ધી મેળવવા બદલ જયોતિ અને અન્ય સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી.તો બીજી તરફ દેશના પ્રધાનમંત્રીએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
જાણકારી પ્રમાણે દેશના પીએમ મોદી એ  25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ટુકડીના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે જેમાં ભારતીય ખેલાડીઓએ 27 મેડલ જીત્યા હતા, જે ચેમ્પિયનશિપની આવૃત્તિમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેડલ છે.આ બબાતને લઈને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:“25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ  2023માં ભારતીય ટુકડી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન!

પીએમ મોદીે ટ્વિટ કરીને કહ્યું છે કે  આપણા ખેલાડીઓએ 27 મેડલ જીત્યા, જે ચેમ્પિયનશીપની એક આવૃત્તિમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેડલ છે. આ સિદ્ધિ માટે આપણા ખેલાડીઓને અભિનંદન. તે આપણા હૃદયને ગર્વથી ભરી દે છે.

સંબંધિત લેખો

Most Popular