1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસીસનો ઘણો વિકાસ થયો છેઃ મુખ્યમંત્રી
ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસીસનો ઘણો વિકાસ થયો છેઃ મુખ્યમંત્રી

ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસીસનો ઘણો વિકાસ થયો છેઃ મુખ્યમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનાવી વિકાસના રોલમોડેલ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાતે મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોહબ તરીકે ખ્યાતિ મેળવી છે. તેની પાછળ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી અને લેબર-પીસ માટે પ્રાઈવેટ સિક્યોરિટી ઈન્ડસ્ટ્રીની પણ મહત્વની ભૂમિકા છે.

‘સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઈવેટ સિક્યોરિટી ઈન્ડસ્ટ્રીઝ’ દ્વારા ગાંધીનગરમાં આયોજિત ‘સિક્યોરિટી લીડરશીપ સમિટ-2023’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ સિક્યોરિટી સેક્ટરના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાનએ દેશના ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સેક્ટરને સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને સ્કિલ્ડ વર્કફોર્સથી સુસજ્જ બનાવ્યું છે. વડાપ્રધાનએ 2047 સુધી ભારતને વિકસિત તથા આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આપ્યો છે અને એ માટે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે સૌથી વધારે મહત્વ આપ્યું છે જેમ દુશ્મન દેશો અને દેશવિરોધી તાકાતો સામે લડવા ડિફેન્સ કેપિસિટી મહત્વની છે, તેમ સમાજમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે સિક્યોરિટી સેક્ટર ખૂબ મહત્વનું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અન્ય તમામ ક્ષેત્રોની જેમ ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સેક્ટરમાં પણ સમાજે સરકારના પ્રયાસોમાં જોડાઈ વિકાસની ગતિને વેગ આપ્યો છે. વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં દેશમાં સુરક્ષાકર્મીઓ માટેના નવા અભ્યાસક્રમો શરૂ થયા છે અને તેના પરિણામે સુરક્ષા સંબંધિત શિક્ષણ-પ્રશિક્ષણને પણ નવી દિશા મળી છે. ગુજરાતના સુરક્ષા ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં  નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી કાર્યકાળમાં 2009માં જ રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરાવી હતી. આજે આ યુનિવર્સિટી ડિફેન્સ, સિક્યોરિટી અને સ્ટ્રેટજિક લર્નિંગ માટે દેશમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટ્સ બની ગઈ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પાછલાં નવ વર્ષમાં ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસીસનો ઘણો વિકાસ થયો છે. આજ દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો જેવા મોટાં આયોજનોમાં અને ઔદ્યોગિક સુરક્ષામાં પણ પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ મહત્વની ભૂમિકા ભજવે છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ આપેલા આત્મનિર્ભર ઔર વિકસિત-સશક્ત ભારતના નિર્માણના આહવાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ સંકલ્પને સાકાર કરવા માટે દેશ ના તમામ સેક્ટર આધુનિકતા સાથે કદમ મિલાવીને ચાલે એ જરૂરી છે. લેટેસ્ટ ટેકનોલોજીઝ ઔર બેસ્ટ પ્રેક્ટિસિસ સાથે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સેક્ટર ભારત ની આત્મનિર્ભરતામાં મોટા કૉન્ટ્રીબ્યૂટરનો રોલ નિભાવી શકે છે. આ સિક્યોરિટી લીડરશીપ સમિટ પણ સિક્યોરિટી સેક્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજીઝ અને બેસ્ટ પ્રેક્ટિસિસ માટે ચિંતન-મંથનનું યોગ્ય મંચ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  બિમલ પટેલ, બરોડા રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ,  ભગવાન શંકર, કુંવર વિક્રમસિંહ,  વિક્રમ મહુરકર,  મહેશ શર્મા સહિતના પદાધિકારીઓ, સિક્યુરિટી ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code