Homeગુજરાતીગુજરાતગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા PDF મતદાર યાદી રાજકીય પક્ષોને અપાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા PDF મતદાર યાદી રાજકીય પક્ષોને અપાશે

ગાંધીનગર, 20 ઓક્ટોબર, 2026 : PDF voter list to be provided to political parties  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એકાદ વર્ષ જેટલો સમય બાકી છે. ચૂંટણી પંચ દ્વારા કરાયેલી સરની કામગીરી સામે વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પીડીએફમાં મતદાર યાદીઓ આપવાનો નિર્દેશ કર્યો છે. ગુજરાત સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ સમરી રિવિઝનની પ્રક્રિયા હાથ ધરાવાની હોવાથી આ નિર્ણય રાજકીય રીતે મહત્વપૂર્ણ બની શકે છે.

ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદી તમામ રાજકીય પક્ષોને અપાશે.  રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષોને વાંચી શકાય તેવી અને કમ્પ્યુટર પર મતદારોનાં નામ સર્ચ કરી શકાય તેવી PDF ફોર્મેટમાં મતદાર યાદી આપવાના મુદ્દે વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ જ આ દિશામાં નિર્ણય લેવામાં આવશે. હાલમાં મતદાર યાદીની ડિજિટલ નકલમાં નામ શોધવા અને વિગતોની ચકાસણી કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સર્ચ કરી શકાય તેવી PDF ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ ચર્ચામાં છે. જો આ વ્યવસ્થાને મંજૂરી મળશે તો રાજકીય પક્ષો માટે મતદાર યાદીમાં નામ શોધવા, વિગતોની ચકાસણી કરવા અને યાદીમાં થયેલા ફેરફારો પર નજર રાખવાનું વધુ સરળ બની શકે છે.

રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના કહેવા મુજબ  રાજકીય પક્ષોને મતદાર યાદીની હાર્ડ કોપી સાથે સર્ચ કરી શકાય તેવી PDF મળશે. દરેક મતદાન મથકની મુસદ્દા અને અંતિમ મતદાર યાદીની ડિજિટલ નકલ ઉપલબ્ધ કરાવાશે. જો કે, આ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)ની મંજૂરી મહત્ત્વપૂર્ણ રહેશે. મંજૂરી મળ્યા બાદ જ નવી વ્યવસ્થા લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીની ચોકસાઈ, નવા મતદારોની નોંધણી અને યાદીમાં નામ તથા અન્ય વિગતોની ચકાસણી મહત્ત્વપૂર્ણ બની રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular