Homeગુજરાતીગુજરાતગુજરાતમાં મનરેગાના શ્રમિકોને છેલ્લા ચાર મહિનાથી મહેનતાણું ચુકવાયુ નથીઃ શક્તિસિંહ

ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને છેલ્લા ચાર મહિનાથી મહેનતાણું ચુકવાયુ નથીઃ શક્તિસિંહ

અમદાવાદ, 20 ઓક્ટોબર, 2026 : MGNREGA workers have not been paid wages for the last four months રાજ્યમાં (વીબી રામજી) મનરેગા’ યોજના હેઠળ રોજગારી મેળવતા શ્રમિકોને છેલ્લા ચાર મહિનાથી મહેનતાણું ચુકવાયું નથી. મનરેગા કાયદા મુજબ શ્રમિકોને 15 દિવસમાં મજૂરી ચૂકવવાની જોગવાઈ હોવા છતાં મહિનાઓ સુધી ચુકવણી ન થતાં ગરીબ શ્રમિકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો શ્રમિકોના પરસેવા અને અથાક મહેનત પર ટકેલો હોય છે. રોજની મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગ્રામીણ વિસ્તારના શ્રમિકો  રોજગારીની સુરક્ષા મળે તે હેતુથી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને UPAના ચેરપર્સન સોનિયા ગાંધીના કાર્યકાળમાં મનરેગા કાયદો લાવવામાં આવ્યો હતો. આ યોજના ગ્રામીણ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પણ આ યોજનાનું નામ બદલ્યા બાદ હવે શ્રમિકોને નિયમિત મહેનતાણું પણ મળતું નથી.

શક્તિસિંહ ગોહિલે ભાવનગર જિલ્લાનો દાખલો આપતાં જણાવ્યું હતું કે, મનરેગા હેઠળ કામ કરનારા શ્રમિકોની કુલ રૂ. 2 કરોડ 66 લાખ 1 હજાર 850ની મજૂરી બાકી છે. આ ઉપરાંત કામની દેખરેખ રાખતા અને ‘મેટ’ તરીકે ઓળખાતા સુપરવાઇઝરોના રૂ. 1 કરોડ 44 હજાર 313 પણ ચૂકવવાના બાકી હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ મુદ્દે તેમણે 17 સપ્ટેમ્બર, 2026ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના નિયામક દ્વારા ગ્રામ વિકાસ કમિશનરને લખવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે પત્રની નકલ મીડિયા સમક્ષ રજૂ કરીને તેમાં દર્શાવેલી વિગતો વાંચી સંભળાવી હતી.

તેમના જણાવ્યા મુજબ, પત્રમાં મનરેગા હેઠળ કામ કરનારા શ્રમિકોને કાયદા મુજબ 15 દિવસમાં ચુકવણી થવી જોઈએ તેમ છતાં ભાવનગર જિલ્લામાં પેમેન્ટ બાકી હોવાની ગંભીર બાબત રજૂ કરવામાં આવી હતી. તાલુકાવાર બાકી રકમનો ઉલ્લેખ કરીને શ્રમિકો દ્વારા આંદોલન કરવાની અને આત્મહત્યા કરવાની ચીમકી આપવામાં આવતી હોવા છતાંયે સરકાર નિષ્ક્રિય છે. શ્રમિકો પોતાના પરસેવાની કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવે છે. આવા સંજોગોમાં મહિનાઓ સુધી મજૂરી ન મળવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે. નવરાત્રી અને દશેરા જેવા તહેવારો વીતી ગયા હોવા છતાં શ્રમિકોને તેમના હકનાં નાણાં મળ્યાં નથી, તે ગંભીર બાબત છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular