Homeગુજરાતીગુજરાતઅમદાવાદના માણેકબાગ પાસે કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

અમદાવાદના માણેકબાગ પાસે કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શનિવારે સાંજે માણેકબાગ ક્રોસ રોડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. રોંગસાઈડમાં આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકને જીવરાજ મહેતા હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના માણેકબાગ સોસાયટી નજીક રોડ પર શનિવારે મોડી સાંજે એક કારચાલક મહિલાએ રોંગસાઇડમાં કારને હંકારીને બાઇક પર જઇ રહેલા યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબોએ મૃતજાહેર કર્યો હતો. આ અંગે પોલીસે મહિલા ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતો યુવક કુલદીપ વાજા શનિવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે બાઇક પર માણેકબાગ સોસાયટી નજીક રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે એક કાર પુરઝડપે  રોંગ સાઇડમાં આવી હતી અને બાઈકને ટક્કર મારતા બાઈકચાલક કુલદીપ વાજાને ગંભીર ઇજાઓ થઇ હતી. આ સમયે  કારચાલક મહિલાએ  અન્ય કારને ઉભી રખાવીને કુલદીપને સારવાર માટે જીવરાજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં કારચાલક મહિલાનું નામ પ્રિતિબેન હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular