Homeગુજરાતીવિકૃત: આઈસ્ક્રીમ પર હસ્તમૈથુન કરીને વેચનારા શખ્સની ધરપકડ, કેમેરામાં કેદ થઈ ઘૃણાસ્પદ...

વિકૃત: આઈસ્ક્રીમ પર હસ્તમૈથુન કરીને વેચનારા શખ્સની ધરપકડ, કેમેરામાં કેદ થઈ ઘૃણાસ્પદ હરકત!

વારંગલ: તેલંગાણાથી એક ધક્કો પહોંચાડનારો વીડિયો સામે આવ્યો છે. એક આઈસ્ક્રીમ વિક્રેતા જાહેરમાં હસ્તમૈથુન કરતા ઝડપાયો છે. પોલીસે કહ્યું છે કે આ મામલો તેલંગાણાના વારંગલ જિલ્લાનો છે. અહીં સડક કિનારે આઈસ્ક્રીમ વેચનાર શખ્સ આઈસક્રીમ પર હસ્તમૈથુન કરતા ઝડપાયો છે.

વીડિયો સામે આવ્યા બાદ આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યો છે. આરોપીનું નામ કાલુરામ કુર્બિયા છે અને તે નેક્કોંડામાં આઈસ્ક્રીમ વેચી રહ્યો હતો. આ દરમિયાન તેની વાંધાજનક હરકત કેમેરામાં પણ કેદ થઈ છે. કુર્બિયા રાજસ્થાનનો મૂળ વતની છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વીડિયોની તપાસ બાદ કુર્બિયાને પોલીસે કસ્ટડીમાં લીધો છે. વીડિયો કથિતપણે આંબેડકર કેન્દ્રનો છે. અહીં કાલુરામ કુર્બિયા હસ્તમૈથુન કરતો દેખાય રહ્યો છે. વીડિયોના સામે આવ્યા બાદ લોકોમાં ગુસ્સો છે.

આ દરમિયાન એક ફૂડ ઈન્સ્પેક્ટરે આરોપીની લારી પરથી સેમ્પલ એકઠા કર્યા અને કુર્બિયાની વિરુદ્ધ જાહેરસ્થાન પર અશ્લિલ હરકતો બદલ આઈસીપીની કલમ-294 હેઠલ મામલો દાખલ કરાવ્યો છે. પોલીસે વીડિયોમાં જોવામાં આવેલા કૃત્યને ચોક્કસ પ્રકૃતિનું ગણાવ્યું નથી, પરંતુ કહ્યુ છે કે આમ અયોગ્ય વ્યવહાર સામેલ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular