Homeગુજરાતીગુજરાતકાંકરેજના થરા-રણકપુર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે પશુપાલક સહિત ત્રણ ભેંસોના મોત

કાંકરેજના થરા-રણકપુર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે પશુપાલક સહિત ત્રણ ભેંસોના મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં કાંકરેજના થરા-રણકપુર હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.. પૂરફાટ ઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને રોડ સાઈડ પર ચાલીને જતાં પશુપાલક અને તેમના પશુઓને અડફેટે લેતા પશુપાલક અને ત્રણ ભેંસના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ ગાયોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાહન સાથે તેનો ચાલક ફરાર થઈ ગયો હતો.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા – રણકપુર નેશનલ હાઇવે પર એક અજાણ્યા ટ્રક ચાલકે રોડની સાઈડમાં ચાલી રહેલા ભરવાડ અને તેના પશુઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતના કારણે ભરવાડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ ત્રણ ભેંસોના મોત અને ત્રણ ગાયો ઈજાગ્રસ્ત થઇ હતી. બનાવ ના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  કાંકરેજના થરા રણકપુર વચ્ચે નેશનલ હાઈવે ઉપર એક ભરવાડ પોતાના પશુઓ લઈ જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી અચાનક અજાણ્યા ટ્રક ચાલાક પૂરફાટ ઝડપે હંકારી ભરવાડ અને તેના માલ ઢોરને અડફેટે લીધા હતા. ટ્રકે ધડાકાભેર ટક્કરના કારણે પશુપાલક અને તેના પશુઓ રોડ પર પટકાયા હતા જેમાં ભરવાડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. પશુઓને પણ ગંભીર ઇજા પહોંચતા ત્રણ ભેસોના મોત નીપજ્યા હતા તેમજ  ત્રણ ગાયોને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. થરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img