Notice: Trying to access array offset on value of type bool in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/functions.php on line 1814
સીએમ યોગી હાથસર પહોંચ્યાં, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળીને ખબર-અંતર પૂછ્યાં
લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં દોડધામની ઘટનામાં 122થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. એટલું જ નહીં આ ઘટના મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેમજ સમગ્ર ઘટનાની સીબીઆઈ મારફતે તપાસની માંગ ઉઠી રહી છે. દરમિયાન આજે સીએમ યોગી હાથસર પહોંચ્યાં હતા. સીએમ યોગી આદિત્યનાથે હાથરસ પોલીસ લાઈન્સ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ સરકારી હોસ્પિટલમાં નાસભાગની ઘટનામાં ઈજાગ્રસ્તોને મળ્યા હતા. ઘાયલોની ખબર-અંતર પૂછ્યાં હતા. સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની તપાસ માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (આગ્રા) અને અલીગઢ ડિવિઝનલ કમિશનરની એક ટીમ બનાવવામાં આવી છે. આ ઘટના બાદ સરકારે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, 24 કલાકમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને પત્રકારોને કહ્યું, “અમારી સરકાર આ ઘટનાના તળિયે જશે અને કાવતરાખોરો અને જવાબદારોને યોગ્ય સજા આપશે. રાજ્ય સરકાર આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.”
ઘટના પર રાજનીતિ કરી રહેલા પક્ષો પર નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું કે, “આવી ઘટના પર પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાને બદલે રાજનીતિ કરવી એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય પણ છે. પીડિતોના ઘા રુઝાવવાનો આ સમય છે. સરકાર આ મામલે પહેલેથી જ સંવેદનશીલ છે અને કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.


