Homerevoinewsગુજરાત સાયન્સ સિટીમાં આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 સફળતાપૂર્વક પૂર્ણ

ગુજરાત સાયન્સ સિટીમાં આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ, 30 માર્ચ, 2026 – Science Carnival 2026 અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 તા. 27 થી 29 માર્ચ 2026 દરમિયાન ભવ્ય રીતે યોજાઈને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્નિવલમાં રાજ્યભરના વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્ય સચિવ એમ કે દાસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી પી. ભારતી તથા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી કે પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સાયન્સ અને ટેક્નોલોજી પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન થયું હતું. દિવસે હેન્ડ્સ-ઓન વર્કશોપ (AI & Robotics), “Explore Science City”, ભવ્ય ડ્રોન શો તથા નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન જેવા આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા.

Science Carnival 2026 organized at Gujarat Science City successfully completed
Science Carnival 2026 organized at Gujarat Science City successfully completed

બીજા દિવસે જુનિયર લેવલ (પ્રાથમિક વિદ્યાર્થીઓ) માટે સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાયન્સ અને ટેક્નોલોજી એક્ઝિબિશન, સાયન્ટિફિક 3D રંગોળી, ગેલેરી વિઝિટ તથા લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાનનું આયોજન થયું હતું, જેમાં “Women in Science” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “Wonder of Chemistry” સાયન્સ શો, મેથ્સ થ્રૂ ઓરિગામી વર્કશોપ અને સાયન્સ ડ્રામા જેવા કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને વિશેષ આકર્ષ્યા હતા. દિવસના અંતે નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશનનું આયોજન થયું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા 1લી એપ્રિલે ફાઈનલ મતદાર યાદી જાહેર કરાશે

ત્રીજા અને અંતિમ દિવસે સિનિયર લેવલ (સેકન્ડરી વિદ્યાર્થીઓ) માટે સાયન્સ ક્વિઝ યોજાઈ હતી. સાયન્સ અને ટેક્નોલોજી પ્રદર્શન તથા 3D રંગોળી સાથે “Fun Physics” સાયન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ધુરંધર થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હતા? ચિંતા નહીં, હવે તમારા ઘરે ટીવીમાં જ જોઈ શકશો

આ સમગ્ર કાર્નિવલ દરમિયાન હેન્ડ્સ-ઓન લર્નિંગ, ઇન્ટરએક્ટિવ પ્રદર્શન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને મનોરંજનનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, નવીનતા પ્રત્યે રસ વધારવો અને પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં ગુજરાત સાયન્સ સિટી સફળ રહી છે.

આ પણ વાંચોઃ “સ્વતંત્રતા સંગ્રામમાં કોઈપણ ગુજરાતી નહોતા”: ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ

ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ ભવ્ય સાયન્સ કાર્નિવલને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવા જ વધુ પ્રેરણાદાયક કાર્યક્રમો યોજવા માટે પ્રેરણા મળી છે.

સંબંધિત લેખો

Most Popular