1. Home
  2. ગુજરાતી
  3. નાઇજીરિયામાં અમેરિકન સૈન્ય ઓપરેશનમાં ISISનો કમાન્ડર અબુ-બિલાલ અલ-મિન્નુકી ઠાર મરાયો
નાઇજીરિયામાં અમેરિકન સૈન્ય ઓપરેશનમાં ISISનો કમાન્ડર અબુ-બિલાલ અલ-મિન્નુકી ઠાર મરાયો

નાઇજીરિયામાં અમેરિકન સૈન્ય ઓપરેશનમાં ISISનો કમાન્ડર અબુ-બિલાલ અલ-મિન્નુકી ઠાર મરાયો

0
Social Share

ન્યૂયોર્ક, 16 મે 2026: ISIS commander Abu-Bilal al-Minnuki વૈશ્વિક સ્તરે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાને એક મોટી સફળતા મળી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે દુનિયાના સૌથી ક્રૂર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના વૈશ્વિક સ્તરે બીજા ક્રમના સૌથી મોટા કમાન્ડર અબુ-બિલાલ અલ-મિન્નુકીને એક સંયુક્ત સૈન્ય ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યો છે. આ ઓપરેશન અમેરિકા અને નાઇજીરિયાના સુરક્ષા દળોએ સાથે મળીને પાર પાડ્યું હતું.

વૈશ્વિક સ્તરે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાને એક મોટી સફળતા મળી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે દુનિયાના સૌથી ક્રૂર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના વૈશ્વિક સ્તરે બીજા ક્રમના સૌથી મોટા કમાન્ડર અબુ-બિલાલ અલ-મિન્નુકીને એક સંયુક્ત સૈન્ય ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યો છે. આ ઓપરેશન અમેરિકા અને નાઇજીરિયાના સુરક્ષા દળોએ સાથે મળીને પાર પાડ્યું હતું. પ્રમુખ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર સત્તાવાર નિવેદન જારી કરીને આ મિશનની સફળતા વિશે માહિતી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, “આજે રાત્રે, મારા સીધા નિર્દેશ પર, બહાદુર અમેરિકી સેના અને નાઇજીરિયાના સશસ્ત્ર દળોએ વિશ્વના સૌથી સક્રિય અને ખતરનાક આતંકવાદીને યુદ્ધના મેદાનમાંથી હંમેશા માટે ખતમ કરવા માટે ખૂબ જ જટિલ અને કાળજીપૂર્વક આયોજિત મિશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે.”

અમેરિકી પ્રમુખે આતંકી સંગઠનને કડક ચેતવણી આપતા કહ્યું કે, “ISIS નો ગ્લોબલ ડેપ્યુટી કમાન્ડર અબુ-બિલાલ અલ-મિન્નુકી એવું માનતો હતો કે તે આફ્રિકાના ખૂણામાં છુપાઈને બચી જશે. પરંતુ તેને ખબર નહોતી કે અમારા ગુપ્ત સ્ત્રોતો તેની દરેક નાપાક ગતિવિધિ પર પળેપળની નજર રાખતા હતા. તેના ખાતમા બાદ હવે તે આફ્રિકાના નિર્દોષ લોકોને આતંકિત નહીં કરી શકે અને અમેરિકનો પર હુમલાનું પ્લાનિંગ પણ નહીં કરી શકે. તેના જવા સાથે જ ISIS ની વૈશ્વિક તાકાત અડધી થઈ ગઈ છે.” ટ્રમ્પે આ મિશનમાં સંપૂર્ણ સહયોગ આપવા બદલ નાઇજીરિયા સરકારનો પણ આભાર માન્યો હતો.

કોણ હતો આ મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ-બિલાલ?

ISIS નો ગ્લોબલ ડેપ્યુટી: માર્યો ગયેલો આતંકી અબુ-બિલાલ અલ-મિન્નુકી (જે અબુ બક્ર ઇબ્ન મુહમ્મદ ઇબ્ન અલી અલ-મૈનુકી તરીકે પણ જાણીતો હતો) ISIS ના વૈશ્વિક નેતૃત્વમાં ‘સેકન્ડ-ઇન-કમાન્ડ’ એટલે કે સંગઠનનો બીજા ક્રમનો સર્વોચ્ચ વડો હતો.

અમેરિકાના નિશાના પર હતો: આતંકી ફંડિંગ અને ઘાતક હુમલાઓ પાછળ મગજ હોવાને કારણે, વર્ષ ૨૦૨૩ માં જ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેના પર સખત પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

12 દેશોમાં આતંકનો વ્યાપ: ‘કાઉન્ટર એક્સ્ટ્રીમિઝમ પ્રોજેક્ટ’ ના અહેવાલ મુજબ, તે મુખ્યત્વે આફ્રિકાના સાહેલ (Sahel) ક્ષેત્રમાં સક્રિય હતો, જે આશરે ૧૨ આફ્રિકાના દેશોમાં ફેલાયેલો અશાંત વિસ્તાર છે.

મુખ્ય કમાન્ડર તરીકેની ભૂમિકા: તે ‘ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ’ (ISWAP) ના સિનિયર કમાન્ડર તરીકે કામ કરતો હતો અને લેક ચાડ (Lake Chad) ડિવિઝનના આતંકી ઓપરેશન્સની કમાન સંભાળતો હતો.

આ આતંકીના ખાતમાને કારણે આફ્રિકા અને પશ્ચિમી દેશોમાં મોટો હુમલો કરવાનું ISIS નું કાવતરું નિષ્ફળ ગયું હોવાનું સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે.

વધુ વાંચો: પંજાબમાં ‘ઓપરેશન જિંદગી’ હેઠળ 30 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા 4 વર્ષના બાળકને બચાવાયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code