કર્ણાટકના રાજકારણમાં ગરમાવો, સિદ્ધારમૈયા સીએમ પદ ઉપરથી રાજીનામુ આપશે
બેંગલોર, 28 મે 2026: કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકારમાં છેલ્લા કેટલાક સમયથી સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. દરમિયાન આજે આ સસ્પેન્શનનો અંત આવી ચુક્યો છે. આજે બપોરના સમયે સુદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીમાનું આપે તેવી શકયતા છે. બપોરના સમયે તેઓ રાજ્યપાલની ઓફિસમાં જઈને રાજીનામુ આપશે. આ પહેલા આજે સવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બેંગલોર સ્થિત સીએમ હાઉસમાં બ્રેકફાસ્ટ મીટીંગમાં મળ્યાં હતા. દરમિયાન ડીકે શિવકુમાર સીએમ સિદ્ધારમૈયાના પગે પણ લાગ્યાં હતા.
કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામુ આપે તેવી અટકળો વહેતી રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બોંગલોરમાં નહીં હોવાથી તરેહતરેહની અટકળો વહેતી થઈ થઈ છે. જો કે, કોંગ્રેસ સુત્રોના જણાવ્યા અનુસાર રાજયપાલની ગેરહાજરીમાં રાજીનામાની પ્રક્રિયાને પ્રભાવિતકરવામાં નહીં આવે અને બપોરના સમયે નક્કી કર્યા અનુસાર સિદ્ધારમૈયા પોતાનું રાજીનામુ આપશે.


