1. Home
  2. revoinews
  3. કોકરોચ જનતા પાર્ટીના કથિત દેખાવોનો ફિયાસ્કો, મુઠ્ઠીભર વિદ્યાર્થી એકત્ર થયા 
કોકરોચ જનતા પાર્ટીના કથિત દેખાવોનો ફિયાસ્કો, મુઠ્ઠીભર વિદ્યાર્થી એકત્ર થયા 

કોકરોચ જનતા પાર્ટીના કથિત દેખાવોનો ફિયાસ્કો, મુઠ્ઠીભર વિદ્યાર્થી એકત્ર થયા 

0
Social Share
  • ક્રાંતિના ફુગ્ગામાંથી હવા નીકળી, પરમિશન નહીં માંગવાના દાવા વચ્ચે “મોટા વંદા” એ ચુપચાપ ઘૂંટણ ટેકવ્યા

હેમંત પરમાર દ્વારા

કોકરોચ જનતા પાર્ટીના કથિત દેખાવોનો ફિયાસ્કો, મુઠ્ઠીભર વિદ્યાર્થી એકત્ર થયા હતા. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર ક્રાંતિની મસમોટી મશાલ લઈને ફરતા અને પરમિશન તો નહીં જ માંગીએના હઠાગ્રહ સાથે કૂદકા મારતા વંદાઓના મનસૂબા પર આજે આખરે પાણી ફરી વળ્યું છે. ગમે ત્યાં ધરણાં પર બેસી જવાની અને કાયદાને ખિસ્સામાં લઈને ફરવાની ગુલબાંગો પોકારનારા આ શૂરવીરોનો બધો જ જોશ ગણતરીના કલાકોમાં ગાયબ થઈ ગયો છે.

​બે દિવસ પહેલાં સુધી તો આ કોકરોચ બ્રિગેડ એવી વાતો કરતી હતી કે, આપણે વળી પોલીસ પાસે પરમિશન શેની માંગવાની? ધરણાં કરવો તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે, જ્યાં મન ફાવશે ત્યાં બેસી જઈશું. પણ કહેવાય છે ને કે કાગળના વાઘ ક્યારેય લાંબો સમય ગર્જના કરી શકતા નથી. આજે જ્યારે મેદાનમાં ઉતરવાનો વારો આવ્યો, ત્યારે આ ટોળકીના મોટા કોકરોચ પોતે જ બધી શિષ્ટાચારની મર્યાદાઓ યાદ આવી ગઈ હોય તેમ, ચુપચાપ અને અત્યંત નમ્રતાપૂર્વક પોલીસ સ્ટેશનના પગથિયાં ચડી ગયો. ત્યાં જઈને તેમણે વિનમ્રભાવે પરમિશન માટેનો લેટર સાઇન કરીને પોલીસના ચરણોમાં ધરી દીધો. કાયદાના રક્ષકોએ પણ મોટુ મન રાખીને કાગળ પર સહી કરી આપી અને કીધું, લો ભાઈ, કાયદાના દાયરામાં રહીને જે નાટક કરવું હોય તે કરો.

Fiasco of alleged demonstrations by Cockroach Janata Party, handful of students gather
Fiasco of alleged demonstrations by Cockroach Janata Party, handful of students gather

​આ આખી ઘટનાથી સોશિયલ મીડિયા પર ક્રાંતિ લાવી દેવાના સપના જોતા આ વંદાઓની બધી આશાઓ પર હિમપાત થઈ ગયો છે. વાસ્તવમાં, અંદરખાને આખો પ્લાન કંઈક જુદો જ હતો. સ્ક્રિપ્ટ એવી તૈયાર કરવામાં આવી હતી કે પરમિશન વિના જઈશું, પોલીસ રોકશે, એટલે ઘર્ષણ ઊભું કરીશું. પછી સામસામે લાકડીઓ ચાલશે, પાંચ-સાત યુવાનોના માથા ફૂટશે અને હાથ-પગ તૂટશે, એટલે મીડિયામાં ગરમાગરમ ફૂટેજ અને પબ્લિસિટી મફતમાં મળી જશે. પરંતુ, પોલીસની સમજદારી અને પોતાની જ કાયરતાને કારણે આખો વીડિયો બ્લોકબસ્ટર બનવાના બદલે સુપર ફ્લોપ સાબિત થયો છે.

આ પણ વાંચોઃ આંદોલનના નામે યુવાનોની બલી, નેતાઓનું વૈભવી જીવન અને નિર્દોષો પર કેસની કડવી વાસ્તવિકતા

​બીજી તરફ, લોકપ્રિયતાના દાવાઓનો પણ એવો જ રકાસ જોવા મળ્યો. જેઓ ૨૦ મિલિયન (બે કરોડ) ફોલોઅર્સ હોવાનો છાતી ઠોકીને દંભ ભરતા હતા, તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ પર માંડ-માંડ ૨૦ લોકો પણ નહોતા પહોંચ્યા. ક્યાં ૨૦ મિલિયનનું ડિજિટલ સૈન્ય અને ક્યાં ગ્રાઉન્ડ રિયાલિટીના ૨૦ માણસો.

​જંતર-મંતર પરનું દ્રશ્ય તો એનાથી પણ વધુ હાસ્યાસ્પદ હતું. ત્યાં અડધા પાકેલા વાળવાળા કેટલાક ઘરડાઓ ઉદાસ મોઢે આંટાફેરા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિડમા ગેંગ તરીકે ઓળખાતી આ ટોળકી અને પોતાની પર્સનલ ડાયરીને જ દેશનું સંવિધાન માની બેઠેલા કેટલાક મહામૂર્ખો ત્યાં ચહલપહલ કરતા જોવા મળ્યા. આખી જગ્યાએ નજર દોડાવો તોય માંડ ૧૫૦ થી ૨૦૦ લોકો એકઠા થયા હશે. નવાઈની વાત એ છે કે, આટલા લોકોના જોરે આ મહાશયોને ભારતમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવી મોટી ક્રાંતિ કરવી છે.

​પરંતુ આ ક્રાંતિકારીઓ એક વાત ભૂલી રહ્યા છે કે ભારતની જનતા હવે જાગૃત છે અને જરાય મૂર્ખ નથી. જો દેશ વિરોધી કે અરાજકતા ફેલાવવાનું કોઈ પણ કુકર્મ કરવામાં આવ્યું, તો કાયદો અને પોલીસ તો પોતાનું કામ પછીથી કરશે, એ પહેલાં તો ભારતની રાષ્ટ્રવાદી જનતા જ આ વંદાઓ પર હિટ સ્પ્રે છાંટીને બધો કચરો સાફ કરી નાખશે એ નક્કી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code