શ્રી નાનારેહા પ્રા.શાળા ખાતે પર્યાવરણ વિશે પ્રશિક્ષણ સમર કેમ્પ યોજાયો
ભુજ, 27 જુલાઈ, 2026 – શ્રી નાનારેહા પ્રા.શાળા તા.ભુજ ખાતે આશાપુરા ફાઉન્ડેશન તરફથી મારૂં શાકભાજી, મારો બગીચો પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં બાળકોને શાકભાજી બિયારણના વિતરણ અને વાવેતર દ્વારા પર્યાવરણ વિશે પ્રશિક્ષણ સમર કેમ્પ યોજાયો.
શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ ખાતે આશાપુરા ફાઉન્ડેશનના વંદનાબેન અને જીજ્ઞાબેન તરફથી બાળકોમાં શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી વિશે સમજ મેળવે તેમજ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે તે માટે ધોરણ આઠ ના બાળકો માટે મારું શાકભાજી મારો બગીચો પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને વિવિધ પ્રકારના શાકભાજીના બિયારણ આપવામાં આવેલ અને તેનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કુકમાસ્થિત મૈત્રી ભાવ ગ્રુપે અબોલ જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટાવી
ધોરણ 8નાં બાળકોએ જુદા-જુદા પ્રકારના શાકભાજીનું વાવેતર, દેખરેખ અને કાળજી માટેની જવાબદારી લીધી હતી. પ્રોજેક્ટનું આયોજન શાળાના ધોરણ છથી આઠના વર્ગશિક્ષકો ઉર્વી મિસ્ત્રી, ભાવિક ચૌહાણ અને પરિશા પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પ્રોજેક્ટ અંગેનું માર્ગદર્શન શાળાના પ્રકૃતિ પ્રેમી આચાર્યશ્રી જટુભા રાઠોડ દ્વારા આપવામાં આવ્યું હતું.


