Homeગુજરાતીજાહેર પરીક્ષા અન્યાયી માધ્યમ નિવારણ બિલ, 2026ને રાષ્ટ્રપતિની મંજુરી, દોષિતોની મિલકત પણ...

જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમ નિવારણ બિલ, 2026ને રાષ્ટ્રપતિની મંજુરી, દોષિતોની મિલકત પણ જપ્ત થશે

નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2026: દેશની શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને આખરે અંતિમ મહોર લાગી ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘જાહેર પરીક્ષા-અન્યાયી માધ્યમો નિવારણ (સુધારા) બિલ, 2026’ ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ બિલ ગુરુવારે જ સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું.

આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના ભવિષ્યનું રક્ષણ કરવાનો અને મજબૂત કાનૂની માળખું બનાવીને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, ન્યાયીતા અને અખંડિતતાને વધુ મજબૂત કરવાનો છે. પરીક્ષા સંબંધિત ગોટાળા અને અન્યાયી પ્રથાઓના કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

પરીક્ષાઓમાં ગેરરીતિ કે અન્યાયી આચરણ કરનાર ગુનેગારો સામે કડક પગલાં લેવા માટે આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. જેમાં 10 વર્ષ સુધીની જેલ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી કડક સજાઓનો સમાવેશ થાય છે. આ નવા કાયદાના અમલીકરણથી દેશભરમાં લેવાતી તમામ જાહેર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક તેમજ અન્ય ગેરરીતિઓ આચરતા તત્વોમાં કડક સંદેશો જશે અને પ્રમાણિક વિદ્યાર્થીઓને ન્યાય મળશે.

સંબંધિત લેખો

Most Popular