Homeગુજરાતીઉત્તરપૂર્વમાં જળબંબાકાર: અસમના 13 જિલ્લાઓમાં પૂરની ગંભીર સ્થિતિ

ઉત્તરપૂર્વમાં જળબંબાકાર: અસમના 13 જિલ્લાઓમાં પૂરની ગંભીર સ્થિતિ

ભુવનેશ્વર, 8 ઓગસ્ટ 2026: દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસુ વ્યાપક બન્યું છે, ત્યારે ઉત્તરપૂર્વના રાજ્ય અસમમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અસમમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા મૂશળધાર વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે કુલ 13 જિલ્લાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે.

રાજ્યમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરની સ્થિતિને કારણે અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ 55 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. લોકોના રોજિંદા જીવન પર તેની માઠી અસર પડી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

હવામાનની આ ખરાબ સ્થિતિ વચ્ચે બ્રહ્મપુત્રા, ધનસિરી અને રાજ્યની અન્ય મુખ્ય નદીઓ હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે કિનારાના વિસ્તારોમાં ખતરો હજુ પણ યથાવત છે.

સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્થાનિક પ્રશાસન દ્વારા સતત બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular