Homeગુજરાતીદેશ-વિદેશCBIના દરોડા: જયપુર અને બિકાનેરમાં ઉત્તર પશ્ચિમ રેલવેના પાંચ અધિકારીઓ લાંચ લેતા...

CBIના દરોડા: જયપુર અને બિકાનેરમાં ઉત્તર પશ્ચિમ રેલવેના પાંચ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

જયપુર, 15 ઓગસ્ટ 2026: કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે સકંજા વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં સીબીઆઈએ લાંચખોરીના અલગ-અલગ કેસોમાં રાજસ્થાનના જયપુર અને બિકાનેરમાં ઉત્તર પશ્ચિમ રેલવે (NWR)ના પાંચ અધિકારીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લાંચની રકમ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત ભીલવાડામાં નીટ પેપર લીક મામલામાં પણ એક તબીબી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ગુરુવારે હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન આ ધરપકડો કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ રેલવે (જયપુર) ખાતેનો કાર્યાલય અધિક્ષક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હતો અને નવી મુંબઈની એક ખાનગી કંપનીના કામના બિલને આગળ વધારવા તથા પાસ કરવા માટે લાંચની માંગણી કરી રહ્યો હતો.

સીબીઆઈએ જાળ બિછાવીને ચલાવાયેલા અભિયાનમાં ઉત્તર પશ્ચિમ રેલવે જયપુરના કાર્યાલય અધિક્ષક, સહાયક નાણાકીય સલાહકાર, વરિષ્ઠ સેક્શન અધિકારી તેમજ નવી મુંબઈની ખાનગી કંપનીના એક કર્મચારીને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન તેમની પાસેથી ૧.૪૬ લાખ રૂપિયાની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી. આ કેસના સંબંધમાં જયપુર અને દિલ્હી ખાતે હાથ ધરાયેલી તલાશી દરમિયાન વધુ ૯ લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

  • બિકાનેરમાં પણ રેલવે અધિકારીઓ પકડાયા

એક અન્ય અલગ મામલામાં, સીબીઆઈએ ઉત્તર પશ્ચિમ રેલવેના બિકાનેરસ્થિત એક વરિષ્ઠ સેક્શન અધિકારી, એક લેખા સહાયક તેમજ કોલકાતાની એક ખાનગી કંપનીના કર્મચારીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન એજન્સીએ 1.20 લાખ રૂપિયાની લાંચની રકમ પણ રિકવર કરી છે.

આ રેલવે લાંચ પ્રકરણ ઉપરાંત, સીબીઆઈએ અગાઉ રાજસ્થાનના ભીલવાડા ખાતે નીટ પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સીબીઆઈએ ભીલવાડા સ્થિત રાજમાતા વિજય રાજે સિંધિયા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સંદીપ નામના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.

એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વિદ્યાર્થી પર નીટનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો ગંભીર આરોપ હતો. શરૂઆતમાં તેને કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ કરવામાં આવી હતી અને પુરાવાઓ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

સંબંધિત લેખો

Most Popular