Homeગુજરાતીજીવનશૈલીસફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા માટેના આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા માટેના આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

બજારમાં અનેક બ્રાન્ડના હેર કલર ઉપલબ્ધ છે, પરંતુ સફેદ વાળને કાળા કર્યા પછી તે ખૂબ જ ડાર્ક દેખાવા લાગે અથવા તેનો ટેક્સચર બદલાઈ જાય તેવી સમસ્યા સામાન્ય છે. જો તમે ઇચ્છતા હોવ કે હેર કલર કર્યા પછી તમારા વાળ એકદમ નેચરલ બ્લેક દેખાય, તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

વાળનો કલર તમારા આખા લુકને અસર કરે છે, તેથી કાળા રંગના હેર કલરનો ઉપયોગ કરતા પહેલા આટલી બાબતો જાણી લેવી આવશ્યક છે:

યોગ્ય શેડની પસંદગી કરો: લોકો બ્રાઉન કે રેડ કલર વખતે શેડનું ધ્યાન રાખે છે, પણ બ્લેક કલરમાં તેને અવગણે છે. તમારા કુદરતી રંગ મુજબ જેટ બ્લેક, બ્લૂ-બ્લેક, બ્રાઉન-બ્લેક, સોફ્ટ બ્લેક કે નેચરલ બ્લેક 1.0 જેવા શેડ્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ત્વચાને કલરથી બચાવો: કલર કરતી વખતે ત્વચા પર ડાઘ ન પડે તે માટે માથાની હેર લાઇન અને કાનની આસપાસના ભાગમાં અગાઉથી જ વેસલીન લગાવી લો.

અમોનિયા ફ્રી કલરનો ઉપયોગ કરો: હંમેશા અમોનિયા ફ્રી કલર પસંદ કરો. સારી બ્રાન્ડના કલર માત્ર વાળને જ રુંધે છે અને ત્વચા પર રંગ છોડતા નથી, જેથી વાળ વધુ નેચરલ અને ચમકદાર લાગે છે.

રૂટ પર કલર કરતી વખતે કાળજી રાખો: વાળમાં કલર કરતી વખતે સ્કેલ્પ પર વધારે રંગ ન લાગે તેનું ધ્યાન રાખો. રૂટ પાસે હૂંફાળો કાળો કે ડાર્ક બ્રાઉન કલર શ્રેષ્ઠ રહે છે, જેનાથી વાળમાં નેચરલ વોલ્યુમ દેખાય છે.

ગ્લાસ ટ્રીટમેન્ટ લો: હેર કલર કર્યા પછી વાળને કુદરતી ચમક આપવા માટે ગ્લાસ ટ્રીટમેન્ટ અથવા હેર સીરમનો ઉપયોગ કરી શકો છો, જે વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular