નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2026: ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે સ્પષ્ટ કર્યું છે કે મોસ્કો નવી દિલ્હીની તમામ ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું છે કે, ભારતને જેટલા પણ તેલની જરૂર હશે, રૂસ તેટલો જથ્થો પૂરો પાડવા માટે તૈયાર છે. રશિયાના રાજદૂતે પશ્ચિમી દેશો દ્વારા લદાયેલા પ્રતિબંધો અને ટેરિફની આકરી ટીકા કરતા તેને ભારત પર દબાણ લાવવાની એક રાજકીય રણનીતિ ગણાવી છે.
રૂસી રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતે આ વાત સાબિત કરી દીધી છે કે તે પોતાના વલણ પર અડગ રહીને પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.” પશ્ચિમી દેશો પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું હતું કે પ્રતિબંધો અને ટેરિફ લાદનારા દેશો સહકાર આપવાને બદલે ભારત પર દબાણ બનાવવાની નીતિ અપનાવી રહ્યા છે, કારણ કે આ દેશો ભારતને તેલના મામલામાં રૂસ કરતા વધુ સારી ડીલ આપી શકતા નથી.


