Homeગુજરાતીદેશ-વિદેશનેપાળ પૂર: ભારતમાં રહેતા ગુમ થયેલા લોકોના સગાંઓ માટે DNA પ્રોફાઈલિંગની સુવિધા...

નેપાળ પૂર: ભારતમાં રહેતા ગુમ થયેલા લોકોના સગાંઓ માટે DNA પ્રોફાઈલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવશે કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2026: નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ લાપતા થયેલા લોકોની ઓળખ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારતમાં રહેતા ગુમ થયેલા લોકોના પ્રથમ શ્રેણીના જૈવિક સગાંઓ (માતા, પિતા, પુત્ર, પુત્રી અથવા ભાઈ-બહેન) માટે ડીએનએ પ્રોફાઈલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી નેપાળમાં મળી આવેલા અજ્ઞાત શબ સાથે તેની સરખામણી કરી શકાય.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં રહેતા સગાંઓ પોતાના જૈવિક નમૂનાઓ કેન્દ્રીય અને રાજ્યોની ફોરેન્સિક પ્રયોગશાળાઓ (CFSL/SFSL), નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) તેમજ NABL માન્યતા પ્રાપ્ત લેબમાં આપીને ડીએનએ પ્રોફાઈલ તૈયાર કરાવી શકશે. નેપાળ પોલીસની સલાહ મુજબ ‘ઓટોસોમલ એસટીઆર ડીએનએ પ્રોફાઈલ’ તૈયાર કરવામાં આવશે, જેને બાદમાં નેપાળી અધિકારીઓને ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં તાજેતરમાં આવેલા અચાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1259 પર પહોંચી ગયો છે, જ્યારે હજુ પણ આશરે 5000 લોકો લાપતા છે. રાહત અને બચાવ કામગીરી વચ્ચે આ ડીએનએ ટેસ્ટિંગ દ્વારા શોકસંતપ્ત પરિવારોને તેમના સ્વજનોની ઓળખ કરવામાં મોટી મદદ મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular