Homeગુજરાતીદેશ-વિદેશજોર્જિયા મેલોનીએ ઇટાલીમાં રચ્યો ઇતિહાસ: સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કરવા પર મોદીએ...

જોર્જિયા મેલોનીએ ઇટાલીમાં રચ્યો ઇતિહાસ: સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કરવા પર મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2026: ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ દેશના બીજા વિશ્વયુદ્ધ પછીના ઇતિહાસમાં સતત સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મોટી સિદ્ધિ હાંસલ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને સોશિયલ મીડિયા દ્વારા વિશેષ અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન મોદીએ મેલોનીને પોતાના અંગત મિત્ર ગણાવતા જણાવ્યું હતું કે આ ઉપલબ્ધિ ઇટાલીની જનતાનો તેમના નેતૃત્વ પર રહેલો અતૂટ ભરોસો અને વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, મેલોનીના મજબૂત નેતૃત્વ અને બંને દેશો વચ્ચેની મિત્રતાએ ભારત અને ઇટાલી વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પીમે મોદીએ બંને દેશોના નાગરિકોના સમૃદ્ધ ભવિષ્ય માટે આગામી સમયમાં પણ આ સહયોગ જારી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular