રેસીપી, 05 ઓક્ટોબર 2026: જો તમે હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય તેવો નાસ્તો શોધી રહ્યા છો, તો ફણગાવેલા મગની સેન્ડવિચ એક બેસ્ટ ઓપ્શન છે. મગ, રાગીનો લોટ, બેસન, પનીર અને તાજા શાકભાજીનું આ મિશ્રણ આ સેન્ડવિચને અત્યંત પૌષ્ટિક બનાવે છે.
બ્રેડનો ઉપયોગ કર્યા વગર કે ઓછા ઉપયોગ સાથે બનતી આ સેન્ડવિચ બાળકોના ટિફિન અને સવારના બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ અને ચટપટી વાનગી છે.
સ્પ્રાઉટ મગ સેન્ડિવચ રેસીપી
સામગ્રી
1 કપ પલાળેલા અને ફણગાવેલા મગ
મિશ્રિત બારીક સમારેલા શાકભાજી
2 ચમચી રાગીનો લોટ
2 ચમચી બેસન
પનીર
½ ચમચી જીરું પાવડર
½ ચમચી કાળા મરી પાવડર
½ ચમચી આમચુર પાવડર
½ ચમચી મિશ્ર મસાલા પાવડર
½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
¼ ચમચી હળદર
સ્વાદ મુજબ મીઠું
½ લીંબુનો રસ
જરૂર મુજબ પાણી
સ્પ્રાઉટ મગ સેન્ડિવચ બનાવવાની રીત
સૌપ્રથમ 1 કપ ફણગાવેલા મગને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને અધકચરા પીસી લો.
પીસેલા મગને એક બાઉલમાં કાઢો. તેમાં રાગીનો લોટ અને બેસન ઉમેરો. ત્યારબાદ તેમાં મિશ્રિત બારીક સમારેલા શાકભાજી અને છીણેલું કે ટુકડા કરેલું પનીર ઉમેરો.
હવે મિશ્રણમાં જીરું પાવડર, કાળા મરી પાવડર, આમચુર પાવડર, મિશ્ર મસાલા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરો.
જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને સેન્ડવિચ માટેનું ઘટ્ટ બેટર સ્ટફિંગ તૈયાર કરી લો. સેન્ડવિચ ટોસ્ટર અથવા ગરમ તવા પર થોડું ઘી લગાવો અને આ મિશ્રણને સેન્ડવિચ આકારમાં પાથરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
બ્રેડ સ્લાઈસ પર આ મિશ્રણ પાથરીને ટોસ્ટર અથવા તવા પર બંને બાજુથી શેકી લો. ગરમાગરમ ફણગાવેલા મગની સેન્ડવિચને લીલી ચટણી કે દહીં સાથે સર્વ કરો.


