Homeગુજરાતીદેશ-વિદેશકેબિનેટે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ ઓથોરિટીની સ્થાપનાને મંજૂરી આપી

કેબિનેટે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ ઓથોરિટીની સ્થાપનાને મંજૂરી આપી

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે પરિવહન અને લોજિસ્ટિક્સના વ્યાપક ક્ષેત્રોમાં સંશોધન, આયોજન, મૂલ્યાંકન, મોનિટરિંગ અને અસર આકારણીને મજબૂત કરવા માટે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, એટલે કે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ ઓથોરિટી (ITLA) ની સ્થાપનાને મંજૂરી આપી છે. આ મંજૂરી પરિવહન સાથે સંકળાયેલા વિવિધ મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચેના વિભાજિત આયોજન અને અમલીકરણમાંથી ઉદ્ભવતી લાંબા સમયની પડકારરૂપ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. વધુ સારા સંકલન અને મલ્ટિ-મોડલ એકીકરણને પ્રોત્સાહન આપીને, ITLA ભારતમાં પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ક્ષમતા, ટકાઉપણું અને અસરકારકતામાં વધારો કરશે તેવી અપેક્ષા છે.

  • ITLA ની મુખ્ય ભૂમિકાઓ અને જવાબદારીઓ 

રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા: ITLA સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ આયોજન, સંશોધન, પ્રોજેક્ટ મૂલ્યાંકન અને મોનિટરિંગ, નીતિગત સહાય અને ડેટા એનાલિટિક્સ માટેની સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્ય કરશે.

દીર્ઘકાલીન રાષ્ટ્રીય પરિવહન માસ્ટર પ્લાન: ITLA રસ્તા, રેલવે, બંદરો અને શિપિંગ, નાગરિક ઉડ્ડયન, આંતરિક જળમાર્ગો, દરિયાકાંઠાનું શિપિંગ, શહેરી ગતિશીલતા અને લોજિસ્ટિક્સને આવરી લેતો દસ વર્ષ કે તેથી વધુ સમયગાળાનો વ્યાપક રાષ્ટ્રીય પરિવહન માસ્ટર પ્લાન તૈયાર કરશે.

સંકલિત આયોજન માળખું: ITLA રાષ્ટ્રીય પરિવહન માસ્ટર પ્લાન સાથે સુસંગતતા અને સંરેખણ સુનિશ્ચિત કરવા તથા મલ્ટિ-મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન આપવા માટે પરિવહન મંત્રાલયોના ટૂંકા ગાળાના ક્ષેત્રીય પ્લાન (5 વર્ષ કે તેથી વધુ) અને વાર્ષિક પ્લાનનું મૂલ્યાંકન કરશે.

મુખ્ય પ્રોજેક્ટ્સનું ટેકનિકલ મૂલ્યાંકન: ITLA ભારત સરકારના રૂ. 500 કરોડ કે તેથી વધુ ખર્ચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ટેકનિકલ મૂલ્યાંકન કરશે. નાણાકીય મૂલ્યાંકન હાલની નાણાકીય મૂલ્યાંકન પ્રણાલીઓ દ્વારા હાથ ધરવામાં આવતું રહેશે.

મોનિટરિંગ અને અસર આકારણી: ITLA રૂ. 500 કરોડથી વધુના પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણનું નિરીક્ષણ કરશે અને સમસ્યાના નિવારણ માટે સંકલિત પ્રણાલી પૂરી પાડશે તેમજ આ પ્રોજેક્ટ્સના અમલીકરણ પછીની અસરનું આકારણી કરશે.

રાષ્ટ્રીય પરિવહન ડેટા રિપોઝિટરી (NTDR): ITLA GSTN ઈ-વે બિલ, ફાસ્ટેગ (FASTag), વાહન (Vahan), GPS-આધારિત સિસ્ટમ્સ, શહેરી ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને અન્ય સંબંધિત ડેટાબેઝ સહિત અનેક સ્રોતોમાંથી સંબંધિત પરિવહન અને લોજિસ્ટિક્સ ડેટાસેટ્સ મેળવીને એકીકૃત પરિવહન ડેટા રિપોઝિટરીનું નિર્માણ કરશે અને આયોજન, મોનિટરિંગ અને અસર આકારણી માટે ડેટા એનાલિટિક્સ (જેમ કે ફ્રેટ ફ્લો/O-D એનાલિટિક્સ) હાથ ધરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular