Homeગુજરાતીદેશ-વિદેશટાઈગર શ્રોફ ઉપર ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, શાર્પશૂટર્સ સલમાનના ઘરની બહાર કરવાના...

ટાઈગર શ્રોફ ઉપર ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, શાર્પશૂટર્સ સલમાનના ઘરની બહાર કરવાના હતા ગોળીબાર

મુંબઈ, 21 ઓક્ટોબર 2026: બોલીવુડના અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ ટાઈગરને નિશાન બનાવ્યાં પહેલા અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના હતા. જો કે, ભારે સુરક્ષાને પગલે પોતાની યોજનાને અંજામ આપી શક્યા નહીં હોવાનું ખુલ્યું છે. પોલીસે ટાઈગર શ્રોફ ઉપર ફાયરિંગ કરવાના કેસમાં લોરેન્સ ગેંગના ચાર સાગરિતોની અટકાયત કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થયાની શક્યતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સ ગેંગના સાગરિતોએ ટાઈગર શ્રોફ ઉપર ગોળીબાર કર્યાં પહેલા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન, આમિર ખાન અને અક્ષય કુમારના ઘરની બહાર રેકી પણ કરી હતી. પોલીસની તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટાઈગર શ્રોફ દર રવિવારે જુહુ સ્થિત ગ્રાઉન્ડમાં ફુટબોલ રમવા જતો હોવાનું એક ફેનની પોસ્ટ મારફતે આરોપીઓને જાણ થઈ હતી. તેમજ આ દરમિયાન કોઈ પોલીસ સુરક્ષા નહીં હોવાનું પણ આરોપીઓને જાણવા મળ્યું હતું.

સલમાન ખાનને નિશાન બનાવવો સરળ નહીં હોવાનું શૂટર્સ દ્વારા અમિત પંડિતને જણાવવામાં આવતા ટાઈગર શ્રોફને નિશાન બનાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. અમિત પંડિતે જ ટાઈગર શ્રોફ ઉપર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ બંને શૂટર્સ ફુટબોલ ગ્રાઉન્ડ પહોંચ્યાં હતા. તેમજ ટાઈગરની ગતિવિધી ઉપર સતત નજર રાખી રહ્યાં હતા. જ્યારે અભિનેતાની કાર બહાર નીકળી કે તરત જ આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓના ફોનની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે, આરોપીઓએ કેટલાક ફોટોગ્રાફ પોતાના હેન્ડલર્સને મોકલ્યાં છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular