HomeDharma-ધર્મભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નવરાત્રિની ઉજવણીઃ...

ભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નવરાત્રિની ઉજવણીઃ જુઓ વીડિયો

ભુજ, 21 ઑક્ટોબર, 2026 – Navratri celebration શ્રી નાનારેહા પ્રા. શાળા તા. ભુજ બાળ નવરાત્રી મહોત્સવની ભવ્ય પરમાનંદી જેવી ઉજવણી કરી હતી.
આદ્યશક્તિ મા નવદુર્ગાની આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રી. હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભુજ તાલુકાની શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ખાતે પણ નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને સૌનું મન મોહી લીધું હતું. ઢોલના તાલે અને માતાજીના ગરબાના સૂર સાથે વિદ્યાર્થીઓએ રાસ-ગરબાની ભારે રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર શાળા પરિસર ભક્તિમય બની ગયું હતું.

અભ્યાસની સાથે સાથે બાળકોમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાનું સિંચન થાય તે હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉર્વીબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે શાળાના આચાર્યશ્રી જટુભા રાઠોડના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળીને આ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular